________________
(૨૧) જેટલું પોતાનું પરાક્રમ હતું તેટલું બતાવ્યું. એટલે છેવટે તે ભવ્ય જીવને અમૂલ્ય હીરા સરખો દિવસ નષ્ટ કર્યો.
બીજે દિવસે તે ભવ્ય જીવને સુંદર વિચાર થયે કેઆ રીતે હું આળસ કરીશ, ને ગુરુ મહારાજ તે અપ્રતિબદ્ધ વિહારી છે, તે જતા રહેશે, તે પછી હું કેની પાસે ધર્મ સાંભળીશ? અને સાંભળ્યા વિના ધર્મ કેવી રીતે કરીશ? આ જિંદગી ટૂંક મુદતમાં પૂરી થઈ જશે, અને જેવો આવે તેવો જ ખાલી હાથે પાછો ચાલ્યો જઈશ પાછળથી પસ્તાવો થશે, તે કામનો નથી. માટે હે ચેતન ! ઊઠ. આળસ છે. આવી રીતે વિચાર કરી જિનવાણી સાંભળવા તૈયાર થયો કે તુરત જ મેહરાજાને ખબર પહોંચ્યા કે, “આળસ કાઠિયાને જીતી લીધું હવે ધર્મશ્રવણ કરવા જશે.” જેથી તુરત જ મોહ નામના બીજા કાઠિયાને વગરવિલંબે મોકલ્ય.
બીજે કાઠિયે શીધ્ર જઈને જીવના શરીરમાં પિઠે. એટલે તુરત જ નાનાં છોકરાં આવીને વળગ્યાં, કહેવા લાગ્યાં કે “તમને ઉપાશ્રયે જવા નહિ દઈએ, જશે તે અમે રેશું, આડા પડશું, માટે તે વિચાર પડતો મૂકે.”તે જ અવસરે ઘરમાંથી સ્ત્રી બહાર નીકળી કહેવા લાગી-“તમને તે બીજે ધંધે સૂઝતો જ નથી! એટલું પણ ભાન આવતું નથી કે હું શું જોઈને ઉપાશ્રયે જવાનો વિચાર કરું છું? આ છોકરાં રુદન કરશે, તેને કેણ રમાડશે ? હું તે ઘરનું કામ કરીશ કે એને સાચવીશ? માટે છોકરાને સાચવો, આ તમામનું પુરું કરવા કાંઈ પૈસા કમાવાને વધારે ઉદ્યમ કરો. પછી ઉપાશ્રયે જજે.” આ પ્રમાણે સ્ત્રીપુત્રાદિકનાં વચન સાંભળી