________________
(૨૨)
મેહમાં મૂંઝાણે, જેથી તે દિવસે પણ જિનવાણી શ્રવણ કરવા જઈ શકશે નહિતે દિવસનું ઉત્પન્ન થતું ધર્મરૂપી ધન મેહ કાઠિયાએ ચારી લીધું, જેથી બીજે દિવસ પણ નકામે ગયે અને વિચારે માઠા થયા કે –“શું કરું, આ વળગાડ પાછળ પડે છે, કેવી રીતે જઈ શકું? મન તે ઘણુંએ થાય છે.”
ત્રીજે દિવસે પાછો શુભ ભાવ થતાં, તે વિચારવા લાગે કે આ સ્ત્રીપુત્રાદિક તે સ્વાર્થનાં સગાં છે, એનાં મહમાં જે વળગી રહ્યોતે કઈ દિવસ પણ ધર્મ થશે જ નહિ, કારણ કે એ તે જિંદગીને વળગાડ છે. વળી કરે પણ ઘણયે વાર રડે છે, મારે આવા ધાર્મિક કાર્યમાં સ્ત્રી વગેરેના પ્રતિબંધમાં મૂંઝાઈને બેસી રહેવું તે તો પ્રત્યક્ષ ભૂખઈ છે. વળી ગુરુની જોગવાઈ વારંવાર મળવાની નથી; માટે જવું તે જ ખરું છે. હે ચેતન ! ઊઠ, ચાલ જિનવાણું શ્રવણ કર.” આવા વિચાર કરી ઊઠયે.
મેહરાજાને તુરત બીજા કાઠિયાને પણ જીતી લીધાના ખબર પહોંચ્યા. વ્યાખ્યાન શ્રવણ કરવા ભવ્ય જીવ ગયો મેહરાજાએ ત્રીજા નિદ્રા નામના કાઠિયાને તૈયાર કર્યો. તેને કહ્યું કે તું જલદી જા, ધર્મ શ્રવણ કરતાં અટકાવ. આવા કટોકટીના સમયમાં તું જે આ કાર્ય નહિ બજાવે તે પછી કયારે બજાવીશ?' આ પ્રમાણે કહ્યું કે ત્રીજો નિદ્રા કાઠિયે રવાના થયો. જ્યાં ભવ્ય જીવ વ્યાખ્યાન શ્રવણ કરે છે ત્યાં આવ્યું. ભવ્ય જીવના શરીરરૂપ મંદિર માં પેઠે. આમાના અસંખ્યાત પ્રદેશે નિદ્રાને ઉદય થયો. નિદ્રાના જોરથી ધર્મ શ્રવણ કરતાં કરતાં આંખ મીંચાઈ ગઈ.