________________
(૧૯)
न वि तं करेइ अग्गी, नेव विसं नेव किन्हसप्पो अ । जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥ १ ॥ क करेस अप्पं दमेसि अत्थं चयसि धम्मत्थं । इकं न चयसि मिच्छत्त, विसलवं जेण बुड्डिहसि ॥ २॥
અર્થ :– તીવ્ર મિથ્યાત્વ જીવને સાથે જેટલા દોષ કરે છે, તેટલા દોષ અગ્નિ નથી કરતા, વિષ પણ તેટલા દોષ કરતું નથી. કાળા સર્પ` પણ તેટલા દોષ કરતા નથી; કારણ કે અગ્નિ, વિષ, અને સર્પ એક ભવના કદાચ નાશ કરે પશુ મિથ્યાત્વ તેા જન્મજન્મનેા નાશ કરે છે. ? ૧.
'
‘જીવ કષ્ટ કરે છે, આત્માનેદમે છે, અને ધમ ને અર્થે દ્રષ્ચને તજે છે, પરંતુ જો મિથ્યાત્વરૂપી ઝેર એક લવ માત્ર પણ તજે નહિ, તેા સર્વે તજવું નિરંક જાણવું, કારણ કે મિથ્યાત્વે કરી જીવ સ'સારસમુદ્રમાં ડૂબે છે.' ર. सम्मत्तं उच्छिदिअ, मिच्छत्तारोवणं कुणइ निअकुलस्स । तेण सयलो वि वंसो, दुग्गइमुहसंमुहं नीओ ॥
અર્થ :-જે માણસ સમ્યસૂત્વરૂપી વૃક્ષને પોતાના કુળરૂપી આંગણામાંથી ઉખેડી( દૂર કરી ) ને મિથ્યાત્વરૂપી વૃક્ષને વાવે, તે જીવ પોતાના સઘળા વ'શ દુર્ગંતિના મુખ સન્મુખ લઈ ગયા. જાણવા.
મિથ્યાત્વના આવા પ્રકારના પ્રચંડ પ્રતાપ હાવા છતાં અનાદિકાળની કુવાસનાથી જીવને મિથ્યાત્વ છેડવુ ગમતું નથી તે બહુ જ આશ્ચર્ય જાણવું.
ઉપર બતાવેલ મિથ્યાત્વનુ‘ સેવન કરી આ જીવ ઘણું ચેા. એટલે સુધી નીચે ઊતરી ગયા કે કોઈ વખત