________________
(૧૭) બેસતા વર્ષે પ્રભુની પસલીમાં રૂપિયે મૂકી ખૂબ લક્ષમી માગે. કેવી મૂર્ખાઈ? કેવું ગાંડપણ આ પ્રકારે કરે ધર્મ કે પળે ? કેત્તર મિથ્યાત્વ સેવન કરવાથી મોક્ષ ન મળે એ ચક્કસ યાદ રાખ. જિનેશ્વરની ભકિત અને ધર્મનું સેવન મોક્ષ આપવાને સમર્થ છે. તેઓની પાસે નાશવંત પૌગલિક સુખોની યાચના કરવી તે ડહાપણ કહેવાય નહિ. એવાં નિયાણ કરનારા વાસુદેવ, બ્રહ્મદત્ત ચક્રવતિ વગેરેની કઈ દશા થઈ? તે જરા વિચારો. અઢાર દેશને માલિક કુમારપાળ સિદ્ધાચળમાં જઈદાદા પાસે શું માગે છે? “હે પ્રભુ મારી ભક્તિનું કાંઈ ફળ હોય તે મને તારું ભિક્ષુકપણું આપ” ભિક્ષુકપણું માગ્યું. પરંતુ રાજ્ય, ઋતિ વગેરે કાંઈ માગતું નથી. ઈત્યાદિ હકીકત યાનમાં લઈ લકત્તર મિથ્યાત્વનું સ્વરૂપ સમજી તેનાથી પણ દુર રહેવું.
પ્રભુનું આગમ લૌકિક અને લેકેન્નર બંને પ્રકારનાં મિથ્યાત્વને ત્યાગ કરવાનું કહે છે. પરમાત્માના ધર્મનું આરાધન કરવાથી માગ્યા વિના સ્વભાવથી જ ઉભય લોકમાં આત્માને ઉચ કુળમાં જન્મ, અનેક પ્રકારની લબ્ધિ, ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને છેવટે મોક્ષની પ્રાપ્તિ શ્રીપાલ રાજાની માફક સુગમતાથી થાય છે. માટે પદુગલિક વસ્તુની માગણી કરવાની તારે બિલકુલ જરૂર નથી. વીતરાગ પ્રભુનું આગમ ખૂબ જોર કરીને કહે છે કે “મિથ્યાત્વથી વેગળા રહી આત્મકલ્યાણ કરી લેજે, મિથ્યાત્વના સેવનથી આત્મકલ્યાણ નહિ થાય; પરંતુ દુર્ગતિ થશે.” જુઓ ! સિદ્ધાંતમાંથી ઉદ્ધરેલી સંબોધસત્તરીમાં રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ પણ મિથ્યાત્વ વિશે શું કહે છે –