________________
છે. પરંતુ મિથ્યાત્વને જે શેડ્યું ન હોય તે તે હજારે, લાખ છેવટે અનંત ભ સુધી દુર્ગતિનાં કટુ ફળ આપે છે. વર્તમાન કાળમાં પણ ઘણું જનનામાને ધારણ કરનારાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુના અટલ સિદ્ધાંતની બેપરવાઈ રાખનારાં અજ્ઞાનતાથી પુત્ર માટે, ધન માટે, શરીર માટે, બીજાં પણ કેટલાંય કારણોને માટે મિથ્યાત્વી દેવીદેવલાની માનતા માની, તેનાં પર્વોની માનતા માની પાપબંધનમાં ઊતરી પડે છે. પરંતુ એટલું વિચારતાં નથી કે દેવાધિદેવ પરમાત્માની ભકિત કરતાં તમામ અંતરાયોને નાશ થાય છે. કદાચ પૂર્વજન્મનાં કર્મ ઘણાં હેવાથી અંતરાયે નાશ ન પામ્યા તે પછી બીજાથી શું થવાનું છે? સમકિતના સડસઠ બોલની સજઝાયમાં ઉપાધ્યાયજી મહારાજ યશોવિજયજી કહે છે જે – “જિનભક્ત જે નવી થયું રે, તે બીજાથી શું થાય રે, એવું જે મુખ ભાખીયે રે, તે વચનશુદ્ધિ કુહાથ રે,”
ચતુર વિચારો ચિત્તમાં રે આ પ્રમાણે મનમાં વિચારી મિથ્યાત્વી દેવી-દેવતાની માનતાઓ તેનાં પર્વો વગેરે દૂર કરી વીતરાગ પ્રભુના બતાવેલા માર્ગને અનુસરવું. વળી કેટલાક જીવે જૈનકુળમાં જમ્યા છતાં કેત્તર મિથ્યાત્વને નહિ સમજતાં અજ્ઞાનતાના વશ થકી કેસરીયાં ભગવાન પાસે પુત્રની માગણી કરે છે. “હે કેસરીયા ભગવાન ! જે મને પુત્ર સારે થશે તે ભારેભાર કેસર ચડાવીશ.” કમાણી કરવા દેશાંતર જનાર –શ્રીફળ દેરાસરમાં મૂકી પ્રભુ પાસે એ જ માગે, “હે પ્રભુ! હું સારી કમાણી કરીશ, તે તમને આટલું ચઢાવીશ.”