________________
(૫૦) તળાઈને તરછોડી બિછાના બહુતજી, ચૂલામાં વસવાની ધરી જેણે આશ જે.
પર્વ૬ ગાડરીય પ્રવાહ ચા આ અવનીમાં, ધતિંગ ચાલ્યાં ધરણી માટે અનેક છે, દીર્ઘ દૃષ્ટિ વિચારને વહેલો વળાવીને, જિન ધર્મ આણ ઉલંધી છેક જે. પર્વ. ૭ આ અવસર વદવાની વાત તે રહી ગઈ, પર્વ મિથ્યાત્વી આવો આજ કે કાલ જે. સહુ નરનારી અરજ સારી ઉરમાં ધરી, દૂર કરે બહુ વર્ષનું પેઠેલ સાલ જે. પર્વ. ૮ એક મિથ્યાત્વી પર્વ જતાં નાસી જશે, દિર્ઘ સમયનું ભરાય શું આ ભૂત છે;
મનાનંદ સુખ મળશે, નિરો એહથી, મિથ્યા પર્વને ગર્વ ન રહે એક મુહૂર્ત જે. પર્વ છે
૫. સાતવારની ગહુલી | (દેશી-હારે ભારે આસો માસે શરદપૂનમની રાત છે.) હારે સખી સોમે સુણીએ ગુરુની વાણી રસાળ છે, વાણી રે ગુણ ખાણી જાણી ચિત્ત ધરે રે લોલ; હરે સખી સેમપણું તજજે થાજે ઉદાર, દેજે દેજે દાનને જેથી સુખ વરે રે લોલ. હાંરે સખી મંગલ કરવા હરવા જગ જંજાળ જે, મંગળવારે તપ જપ કરજે પ્રેમથી રે લોલ, હારે સખી મંગળમાળા ધરો અતિ ઉજમાળ જે, કરશો જે જિન સેવા સાચા દિલથી રે લોલ, હરિ સખી બુધે બુદ્ધિ શુદ્ધિ કરી શ્રીકારજે, પરનિંદા ચાડી ને ચૂગલી પરહરે રે લોલ,