________________
(૩૨૦ ).
ઢાળ-બીજી (થારે માથે પચરંગી પાઘ સેનાને આગલે માજી-એ દેશી. ) થેંતે ઊભા રહીને, અરજ અમારી સાંભળે સાધુજી; થેંતે મેટા કુલના જાણી, મૂકી દયે આંબલે સાધુજી. ૧ થતે લઈ જાઓ સેવન કેડી, ગાડા ઊંટે ભરી સાધુજી, નહિ આવે અમારે કામ, ગ્રહો પાછા ફરી સાધુજી. ૨ થારે કેસરીયે કસબીને, કપડે મેહી રહી સાધુજી; થારી મૂર્તિ મેહનગારી, જગતમાં સેહી રહી સાધુજી. ૩ થારી આંખડીયા નીકે, પાણી લાગણે સાધુજી; થારે નવલે જોબન વેષ, વિરહ દુઃખ ભાંગાણે સાધુજી. ૪ એ તે જંત્ર જડિત, કપાટ કૂચિ મે કર ગ્રહી સાધુજી, મુનિ વળવા લાગે જામ કે, આડી ઊભી રહી સાધુજી. ૫ મેં તે ઓછી સ્ત્રીની જાત, મતિ કરી પાછલી સાધુજી; થે તે સગુણ ચતુર સુજાણ, વિચારે આગલે સાધુજી. ૬ થેંતે ભેગ પુરંદર, હું પણ સુંદરી સારી સાધુજી; થેંતે પહેરે નવલે વેષ, ઘરેણું જરતરી સાધુજી. ૭ મણી મુકતાફલ મુગટ, બિરાજે તેમના સાધુજી; અમે સજીએ સેળ શણગારકે, પીઉ રસ અંગના સાધુજી. ૮ જે હોય ચતુર સુજાણ કે, કદીયે ન ચૂકશે સાધુજી; એહ અવસર સાહેબ, કદીયે ન આવશે સાધુજી. ૯ એમ ચિંતે ચિત્ત મોઝાર કે, નંદિષેણ વાહલ સાધુજી; રહેવા ગણિકાને ધામ કે, થઈ ને નાહલે સાધુજી. ૧૦
ઢાળ-ત્રીજી
(રાગ પ્રથમ ઢાળ પ્રમાણે) ભેગ કરમ ઉદયે તસ આવે, શાસન દેવીએ સંભળાવ્યું
• હે મુનિવર વેરાગી