________________
(૩૫) સંવત બાર પંચાણુ વરસે, વસ્તુપાલ તેજપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગિયાર હજાર બિંબ થાપ્યાં હ૦૬ સંવત બાર બહેતેર વરસે, સંઘવી અને જેહ; રાણપુર જેણે દહેરાં કરાવ્યાં, કરડનવાણું દ્રવ્ય ખરચ્યાં.હ૦૭ સંવત તેર એકતરે વરસે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શેત્રુજે કીધા, અગિયાર લાખ દ્રવ્ય ખરચ્યાં હ૦૮ સંવત સોળ છેતેર (તેર) વરસે, બાદશાહને વાર; ઉદ્ધાર સેળ શેત્રુજે કીધે, કરમાશાહ જશ લીધે. ૯ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજે ત્રિવિધ તમે પ્રાણ; જિનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચક જશની વાણી, હ૦૧૦
સક્ઝાયો
૧. અનંતકાયની સહજઝાય અનંતકાયના દોષ અનંતા, જાણે ભવિયણ પ્રાણી રે; ગર ઉપદેશે તે પરિહરશે, એવી જિનવર વાણીરે. અનંત. ૧ પુઢવી પાણી અગ્નિ વાયુ, વનસ્પતિ પ્રત્યેકા રે, એ પાંચ થાવર ગુરૂમુખથી, સંભાળજે સુવિવેકારે. અનંત. ૨ બેઈન્દ્રિ તેઈન્દ્રિ રેંદ્રિ, પંચેન્દ્રિય પ્રમુખા રે, અકેકી કાયાએ જિનરાજે, ભાખ્યા જીવ અસંખ્યારે. અનંત. ૩ એ છકાયતણ જે જીવા, તે સહુ એકણુ પાસે રે, કંદમૂળ સોયસોયની અગ્રે, જીવ અનંતા પ્રકાશ્યારે. અનંત ૪ બહુ હિંસાનું કારણ જાણી, સંભાળજો સુવિચારા રે કંદમૂળ ભક્ષણ પરિહરજે, કરજે સફળ જન્મારો. અનંત ૫ અનંતકાયના બહુ ભેદ ભાખ્યા, પન્નવણું ઉરંગે રે, શ્રીગૌતમ ગણધરની આગે, શ્રીવીરજિણંદ મનરંગેરે. અનંત. ૬