________________
( ર૯૪)
આબે મંજરી કેએલ ટહુકે, જલદ ઘટા જેમ મેરા રે, તેમ જિનવરને નિરખીહું હરખું, વળી જેમ ચંદચકેરા રે. શાં જિન પડિમા શ્રી જિનવર સરખી, સત્ર ઘણાં છે સાખી રે; સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શાં રાયપાસેણીમાં પડિમા પૂછ, સૂર્યાભ સમક્તિધારી રે; જીવાભિગમે પરિમા પૂછ, વિજયદેવ અધિકારી રે. શાં. જિનવર બિંબ વિના નહિ વંદુ, આણંદજી એમ બોલે રે; સાતમે અંગે સમકિત મૂળે, અવર કહ્યા તસ તેલે રે. શાં જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદી પૂજા કરી શિવ સુખ માગે રે; રાય સિવારથ પડિમા પૂછ, કલ્પસૂત્રમાં રાગે સે. શાં વિદ્યાચારણ મુનિવર વંદી, પડિમા પંચમે અંગે રે, જંઘાચારણ વીશમે શતકે, જિનપડિમા મન રંગે રે. શાં. આર્ય સુહસ્તિસૂરિ ઉપદેશે, સાચો સંપ્રતિ રાય રે, સવા કરોડ જિનબિંબ ભરાવ્યાં, ધન ધન તેહની માય રે. શાં મેકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમાર રે; જાતિ સ્મરણે સમકિત પામી, વરિયા શિવ વધૂ સાર રે. શાં ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્ર માંહી સુખકારી રે, સૂત્ર તો એક વરણ ઉત્થાપે, તે કહ્યા બહુલ સંસારી રે. શાં તે માટે જિન આણ ધારી, કુમતિ કદાગ્રહ વારી રે; ભક્તિ તણાં ફળ ઉત્તરાયને, ધિબીજ સુખકારી રે. શાં એક ભવે દય પદવી પામ્યા, સોળમા શ્રી જિનરાય રે; મુજ મન મંદિરીએ પધરાવું, ધવળમંગળ વર્તાવું રે. શાં જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીર્તિ કમળાની શાળા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતાં મંગળ માળા રે. શાં