________________
(૨૯૩) જિન પુણ્યવંત જે માણસ, તે આવી ચડી રે લોલ; જિન શુભ ગતિ બાંધે આયુષ, નરકે નહિ પડે રે લોલ. મારા જિનાજી પ્રભુ પગલાં સુપસાય કે, સુપૂજિત સર્વદા રે લોલ; જિનાજી મેટાને અનુગ કે, આપે સંપદા રે લોલ. મારા જિન સૂર્યકાંત મણિ જેમ કે, સૂર્ય પ્રભા ભરે રે લોલ, જિન પામી સ્વામી સંગ કે, રંગ પ્રભા ધરે રે લોલ. મારા જિન સફળ સદા ફળદાય કે, મેક્ષફળ આપજે રે લોલ, જિન સફળ ક્રિયાવિધિ છાપ કે,નિર્મળ છાપો રેલ. મારા જિન ધર્મરત્ન ફળ એગ્ય કે, અમર થાઉંસદા રે લોલ, જિનજી આશીર્વાદ આબાદ કે, દેજે સર્વદા રે લોલ. મારા
૩. શ્રી પુંડરિક સ્વામીનું સ્તવન
( ગિરૂઆ રે ગુણ તુમતણું –એ રાગ ) ધન ધન પુંડરિક સ્વામીજી, ભરત ચકી નૃપ નંદ રે, દીક્ષા ગ્રહી પ્રભુ હાથથી, પૂજિત ગણધર વૃંદ રે. ધનધન આદિ જિન વદન કમળ થકી, નિસુણી સિદ્ધાચલ મહિમા રે, આવ્યા ગિરિવરભેટવા વિસ્તાર્યો તીર્થને મહિમા રે. ધનધન પાવન પુરુષ પસાયથી, પૃથ્વી પવિત્ર થઈ જાય રે, તેથી પુંડરિક નામથી, આજ લગે પૂજાય રે. ધનધન પવાસન પ્રતિમા બની, પ્રભુ સન્મુખ હાય રે, પૂજા વિવિધ પ્રકારની, કરતા ભાવિ સમુદાય રે. ધનધન અવિતહ વાગરણું કહ્યા, અજિણ જિણ સંકાસા રે, ધમરત્ન પદ આપજે, મુજ મન મોટી આશા રે. ધનધન
૪. શ્રી શાંતિજિન સ્તવન શાંતિ જિનેશ્વર સાહેબ વંદે, અનુભવ સને કદે રે, મુખ મટકે લોચનને લટકે, મેહ્યા સુર નર વૃન્દ રે. શાં.