________________
(૨૮૯) દો, થયો, સ્તવન–સઝાયો તથા ગહુલીયા
શ્રી ગૌતમ સ્વામીને છંદ પેલે ગણધર વીરને રે, શાસનને શણગાર; ગૌતમ ગોત્ર તણે ધણું રે, ગુણમણિ રયણ ભંડાર જયંકર છે ગૌતમ સ્વામ,એ તે નવનિધિ હેય જસ નામ; એ તે પૂરે વાંછિત કામ, એ તે ગુણમણિ કેરે ધામ
જયંકર છે ગૌતમ સ્વામ. ૧ જેષ્ઠા નક્ષત્ર જનમિયા રે, ગેબર ગામ મોઝાર; વસુભૂતિસુત પૃથ્વી તણે રે, માનવ મેહનગાર. જયં૦ ૨ સમવસરણ કે રચ્યું રે, બેઠા શ્રી વર્ધમાન; બેઠી તે બારે પરખદા રે, સુણવા શ્રી જિનવાણ, જયં૦ ૩ વીર કહે સંજમ લહ્યું રે, પંચસમાં પરિવાર; છઠ છઠ તપને પારણે રે, કરતા ઉગ્ર વિહાર. જયં૦ ૪ અષ્ટાપદ લધે ચડયા રે, વાંદ્યા નિજ ચોવીશ; જગ ચિંતામણિતિહાં કયું રે, સ્તવિયા શ્રી જગદીશ. જયં૦ ૫ પનરશે તાપસ પારણે રે, ખીર ખાંડ વૃત પૂરક અભિય જાસ અંગૂઠડે રે, ઊગે તે કેવલસૂર. જયં૦ ૬ દિવાળી દિન ઉપન્યું રે, પ્રભાતે કેવલ નાણ; અક્ષિણલબ્ધિ તણે ધણી રે, નામેતે સફળવિહાણ જયં૦ ૭ પચાસ વરસ ઘરવાસમાં રે, છઘસ્થાએ ત્રીશ; બાર વરસ લગે કેવળી રે, બાણું તે આયુ જગીશ. જય૦ ૮ ગૌતમ ગણધર સારિખા રે, શ્રી વિજયસેન સૂરીશ; એ ગુરુચરણ પસાઉલે રે, ધીર નમે નિશદિશ. યં૦ ૯
૧૯