________________
(૨૫)
- ભવમાં ભમતાં પ્રાણીયા, કરે અનેક સંબંધ રાગદ્વેષ પરિણતિ થકી, બહુવિધ બાંધે બંધ. ૨૫ કસકા બેટા બાપ હે, કીસકી માત ને જાત, કસકા પતિ કીસકી પ્રિયા, કીસકી ન્યાત ને જાત. ૨૬ કસકા મંદિર માળિયા, રાજ્ય રિદ્ધિ પરિવાર, ક્ષીણ વિલાસી એ સહુ, એ નિશ્ચ ચિત્ત ધાર. ૨૭ ઈન્દ્રજાળ સમ એ સહ, જેસે સુપનકે રાજ; જેસી માયા ભૂતકી, તે સકળ એ રાજ. ૨૮ મોહ મદિરાના પાનથી, વિકળ ભયા જે જીવ; તીનકું અતિ રમણીય લગે, મગન રહે તે સદૈવ. ૨૯ મિથ્યામતિના જોરથી, નહિ સમજે ચિત્તમાંહી; કરેડ જતન કરે બાપડે, એ રહેવેકે નહી. ૩૦ એમ જાણી ત્રણ લેકમાં, જે પુગલ પરજાય; તીનકી હું મમતા તળું, ધરું સમતા ચિત્ત લાય. ૩૧ એહ શરીર નહિ માહરુ, એ તે પુદગલ બંધ હું તે ચેતન દ્રવ્ય છું, ચિદાનંદ સુખકંદ. ૩૨ એહ શરીરના નાશથી, મુજ નહિ કેઈ ખેદ, હું તે અવિનાશી સદા, અવિચળ અકળ અભેદ. ૩૩ પર્મે નિજ પાણું માનકે, નિવિડ મમત ચિત્ત ધાર; વિકળ દશા વરતે સદા, વિકલ્પને નહિ પાર. ૩૪ મેં મેરા એ ભાવથી, ફિર્યો અને તે કાળ; જિન વાણી ચિત્ત પરિણમે, છૂટે મોહ જંજાળ. ૩૫ મહ વિકળ એ જીવડું, પુદ્ગલ મોહ અપાર; પણ ઈતની સમજે નહિ, ઈમેં કછ નહિ સાર. ૩૬