________________
(૨૮૬)
પુદગલ રચના કારમી, વણસતાં નહિ વાર; એમ જાણી મમતા તજી, સમતાણું મુજ પ્યાર. ૩૭ જનની મેહ અધારકી, માયા રજની પૂર; ભવદુખકી એ ખાણ હે, ઈશું રહીએ દર. ૩૮ એમ જાણી નિજ રૂપમેં, રહું સદા સુખવાસ ઓ સવિ ભવ જાળ છે, ઈણશું ભયા ઉદાસ. ૩૯
ભુજંગી છંદ તજી મંદિર માળિયા ગેખ મેડી, તજી બાગને બંગલા પ્રૌઢ પેઢી;
સ્મશાને સુકાં કાષ્ટ્રમાં વાસલે, અરે આવશે એક તે દિન એ. ઘણી ઘેર સેના ઘણા હાથી ઘડા, ઘણી યુતિવાળા બન્યા બેલડા; ઘડીમાં થશે સ્વપ્નને સાજ જે, અરે આવશે એક તે દિન એ. હશે ગામમાં સીમમાં કેકૃષિમાં, હશે ખેદમાંકે હશે જે ખુશીમાં કહો કેણ જાણે હશે કાળ કે, અરે આવશે એક તે દિન એ. નહિ આગળ કાગળેથી જણાવે, નહિ કેઈ સાથે સંદેશો કહાવે; અજાણ્યો અકસ્માત આશ્ચર્ય જે, અરે આવશે એક દિન એ. પૂરા થઈ શકયાતે થશે કામ પૂરાં, અધૂરાં રહ્યાં તે રહેશે અધૂરા તડાકે તમે તેને જેમ હે, અરે આવશે એક તે દિન એ.
વૈરાગ્ય પદ આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી, અસંખ્ય ગયા ધન ધામને મેલી તારી નજરે આગેજી. ૧ અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છેગાં ઘાલેજી;
વન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલેછે. ૨ જેમ ઉંદરડે દારૂ પીધે, મસ્તાને થઈ ડેલેજી; મગરૂરીમાં અંગ મરડે, જેમ તેમ મુખથી બોલેજી. ૩