________________
(૨૮૪)
ઉપની વતુ કારમી, ન રહે તે સ્થિર વાસ, એમ જાણું ઉત્તમ જને, ધરે ન પુદ્ગલ આશ. ૧૩ મોહ તજી સમતા ભજી, જાણે વસ્તુ સ્વરૂપ; પુદ્ગલ રાગ ન કીજીએ, નહિ પડીએ ભવપ. ૧૪ વસ્તુ સ્વભાવે નીપજે, કાળે વિણસી જાય, કર્તા લેતા કે નહિ, ઉપચારે કહેવાય. ૧૫ તીણ કારણ એ શરીરશું, સંબંધ ન માહરે કેય, મેં ન્યારા એહથી સદા, એ પણ ન્યારા જેય. ૧૬ એહ જગતમાં પ્રાણિયા, ભરમે ભૂલ્યા જેહ જાણી કાયા આપણું, મમત ધરે અતિ નેહ. ૧૭ જબ સ્થિતિ એહ શરીરકી, કાળ પહોંચે તેય ખીણ તવ મૂરે અતિ દુખભરે, કરે વિલાપ એમ દીન. ૧૮ હાહા પુત્ર! તું કહાં ગયે, મૂકી એ સહુ સાથ; હાહા પતિ! તું કહાં ગયે, મુજને મૂકી અનાથ. ૧૯ હા! પિતા તમે કહાં ગયા, અમ કુણ કરશે સાર; હા બંધવ! તમે કહાં ગયા, શૂન્ય તુમ વિણ સંસાર. ર૦ હા માતા ! તું કહાં ગઈ, અમ ઘરની રખવાળ; હા બહેની ! તું કહાં ગઈ, રેવત મૂકી બાળ. ૨૧ મેહવિકળ એમ છવડા, અજ્ઞાને કરી અંધ; મમતા વશ ગણી માહરા, કરે કલેશના ધંધ. ૨૨ એણવિધ શેક સંતાપકરી, અતિ સંકલેશ પરિણામ. કર્મબંધ બહુવિધ કરે, ન લહે પણ વિશ્રામ. ૨૩ જ્ઞાનવંત ઉત્તમ જના, ઉનકા એહ વિચાર, જગમાં કઈ કસકા નહિ, સંજોગિક સહુ ધાર. ૨૪