________________
(૨૮૨)
ગજસુકુમાલ શિર મિલે, દેખી ઘર્યા અંગાર સમતા પસાયે તે વળી, પાયા ભવને પાર. ૩૭ પંચ શત શિષ્ય અંધક તણું, ઘાણી પીત્યા સે; શિવ નગરી સુખ પામીયા, એ સમતા ફળ જેય. ૩૮ ગૌ બ્રાહ્મણ સ્ત્રી બાળની, દૃઢપ્રહારે હત્યા કીધ; ચાર પહેર કાઉસગ્ગ રહી, ષટ માસે કેવળ લીધ. ૩૯ કીધાં કરમ તે છૂટીએ, જે કીજે જિન ધર્મ મન વચન કાયાએ કરી, એ જિનશાસન મર્મ. ૪૦ દાન સુપાત્રે દીજીએ, તસ પુણ્યને નહિ પાર; સુખસંપત્તિ લહીએ ઘણી, મણિ મેતી ભંડાર. ૪૧ ધના સારથપતિ જુવે, વૃત વહેરાવ્યું. મુનિહાથ; દાન પ્રભાવે જીવડે, પ્રથમ હુ આદિનાથ. ૪૨ દાન દીયું ધન સારથી, આનંદ હર્ષ અપાર; નેમિનાથ જિનવર હુઆ, યાદવકુળ શણગાર. ૪૩ કળથી કેરા જેટલા, દીધું મુનિવર દાન; વાસુપૂજ્ય ભવ પાછલે, જિનપદ લલ્લું નિદાન. ૪૪ સુલસા રેવતિ રંગશું, દાન દીય મહાવીર તીર્થકર પદ પામશે, લહેશે તે ભવતીર. ૪૫ દાને ભેગ જ પામીએ, શિયળે હેય સેભાગ; તપ કરી કર્મ જ ટાળીએ, ભાવના શિવસુખ માગ, ૪૬ ભાવના છે ભવનાશિની, જે આપે ભવપાર; ભાવના વડી સંસારમાં, જસ ગુણને નહિ પાર. ૪૭ અરિહંત દેવ સુસાધુ ગુરુ, કેવળી ભાષિત ધર્મ ઈસ્યુ સમકિત આરાધતાં, છૂટી જે સવિ કર્મ. ૪૮