________________
(૨૮૧)
નર ભવ ચિંતામણિ લહી, એળે તું મત હાર, ધર્મ કરીને જીવડા, સફળ કરે અવતાર. ૨૫ સકળ સામગ્રી તેં લહી, જીણે તરીએ સંસાર; પ્રમાદ વશે ભવ કાં ગમે, કર નિજ હૈયે વિચાર. ૨૬ ધન કારણ તું ઝળહળે, ધર્મ કરી થાયે સૂર અનંત ભવનાં પાપ સવિ, ક્ષણમાં જાયે દૂર. આશા અંબર જેવડી, મરવું પગલાં હેઠ; ધર્મ વિના જે દિન ગયા, તિણ દિન કીધી વેઠ. ૨૮ ક કે નવી છૂટીએ, ઈન્દ્ર ચન્દ્ર નર દેવ; રાય રાણું મંડલિક વળી, અવર નરજ કુણ હેવ. ૨૯ વરસ દિવસ ઘરઘર ભમ્યા, આદિનાથ ભગવંત; કર્મવશે દુઃખ તેણે લહ્યાં, જે જગતમાં બળવંત. ૩૦ કાને ખીલા ઘાલીયા, ચરણે રાંધી ખીર, તેને ક નડે, વીસમા શ્રી વીર. ૩૧ કીધાં કર્મ ન છૂટીએ, જેહને વિષમે બંધ બ્રહાદત્ત નર ચક્કવઈ, સેળ વરસ લગે અંધ. ૩૨ આઠમે સુલૂમ ચક્રવઈ, ઋદ્ધિ તણે નહિ પાર; કર્મવશે પરિવારણું, બૂડ સમુદ્ર મઝાર. ૩૩ સહસ પુરુષથે સંજય લીયે, શ્રી નેમીશ્વર હાથ; તે થાવગ્રા વંદિયે, મહત્સવ કર્યો યદુનાથ. ૩૪ કશ્યામંદિર માસુ રહ્યા, નામ રાશી વીશ, તે સ્થળિભદ્ર મુનિ વંદિયે, ભદ્રબાહુ ગુરુ શિષ્ય. અભયા સંગે નહિ ચળે, શેઠ સુદર્શન ચંગ; શૂળી સિંહાસન થઈ, સુર કરે મન રંગ. ૩૬
દા