________________
(૨૪૮ ) पसमिअकामपमोह, दिहादिठेसु न कलियविरोहं । सिवमुहफलयममोह, धम्म सरणं. पवनोहं ॥
વિશેષ કરીને કામને ઉન્માદ સમાવનાર તથા દેખેલા અથવા નહિ દેખેલા પદાર્થોને નથી કર્યો વિરોધ જેમાં તથા મેક્ષસુખરૂપ ફળને આપનાર એવા સફળ ધર્મનું મને શરણે થાઓ.
વળી નરકગતિને છેદી નાખનાર તથા ગુણના સમૂહથી ભરેલ અને બીજા વાદીએથી પણ ક્ષોભ ન કરી શકાય તે અને હણે છે કામરૂપી સુભટ જેણે એવા ધર્મના શરણને હું અંગીકાર કરું છું.
જૈનધર્મ જગતના અને અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે સ્વર્ગ અપવર્ગને સુખરૂપી ફળ આપનાર છે. ધર્મ પરમ બંધુ સમાન, સારા મિત્ર સમાન તથા પરમ ગુરુ સમાન છે. મોક્ષ માર્ગમાં ગમન કરનાર છને ધર્મ સુંદર રથ સમાન છે. આવા પ્રકારના કેવલીભાષિત ધર્મનું મને શરણ છે. આ પ્રમાણે ધર્મનું શરણ અંગીકાર કરવું.
આત્માએ વિચાર કરો કે ભવાંતર જતાં મને કઈ શરણભૂત-આધારભૂત થાય તેમ નથી, માટે ખરું શરણ આ ચારનું જ કરું કે જેથી મારી શુભ ગતિ થાય.
ચાર શરણું વગેરે (પદ્ય) (૧) મુજને ચાર શરણાં હેજેઃ અરિહંત સિદ્ધ સુસાધુજી, કેવલી ધર્મ પ્રકાશિ, રતન અમુલખ લાગુંજી છે ૧ મે ચિહું ગતિતણું દુઃખ છેદવા, સમરથ શરણાં એહેજી; પૂર્વે મુનિવર હુવા, તેણે કયાં શરણું