________________
(૨૪૭). चउदसदसनवपुची, दुवालसिक्कारसंगिणोजे । जिणकप्पाऽहालंदिअ; परिहारविसुद्धि साहू अ॥
ચૌદ પૂર્વ, દશ પૂર્વી, નવ પૂવી તથા બાર અંગના ધારણ કરનાર, અગિયાર અંગના ધારનાર તથા જિનકલ્પી, યથાલંદી, પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા તથા ક્ષીરાશ્રય, મધ્યાશ્રવ લબ્ધિવાળા, સંભિન્ન શ્રોત લબ્ધિવાળા તથા કોષ્ટબુદ્ધિવાળા તથા ચારણમુનિઓ તથા વૈકિયલબ્ધિવાળા તથા પદાનુસારી લબ્ધિવાળા સાધુઓ મને શરણભૂત થાઓ.
તથા તેડયું છે નેહરૂપ બંધન જેમણે તથા નિર્વિકારી સ્થાનમાં રહેનાર તથા સજજન પુરુષને આનંદ આપનાર અને આત્મરમણતામાં રમનાર મુનિરાજે મને શરણભૂત થાઓ. વળી દૂર કર્યા છે વિષય-કષાયે જેમણે ત્યાગ કર્યા છે સ્ત્રીસંગના સુખનાં આસ્વાદને જેમણે તથા હર્ષ, શેક, પ્રમાદ વગેરેને હૂર કરનાર એવા મુનિરાજે મને શરણભૂત થાઓ.
આ પ્રમાણે સાધુનું શરણું કરીને પછી હર્ષયુક્ત ચિત્તવાળે થયે થકે કેવલીભાષિત ધર્મનું શરણ સ્વીકારવા માટે નીચે પ્રમાણે કહે છેઃ
ચોથે કેવલીભાષિત ધર્મનું શરણ निद्दलिअकलुसकम्मो, कयसुहजम्मो खलीकयअहम्मो। पमुहपरिणामरम्मो, सरणं मे होउ जिंणधम्मो ॥
અતિશય દળી નાખ્યા છે માઠાં કર્મ જેણે તથા કર્યો છે શુભ જન્મ જેણે તથા દૂર કર્યો છે અધર્મ જેણે ઈત્યાદિક પરિણામે સુંદર જિનધર્મ મને શરણભૂત થાઓ.