________________
( રર૬)
ઓળંગી આર્ય દેશરૂપ શાંત સમુદ્રમાં થઈ ઉત્તમ કુળરૂ૫ કિનારાની નજીક આવી. ત્યાં યુવાવસ્થારૂપ તેફાની ખાડીમાં અશાતા વેદનીય કર્મના પ્રબલ જેરથી ઉત્પન્ન થયેલા જુદા જુદા પ્રકારના ભયંકર રોગોને પણ પૂર્વ પુણ્યના ઉદયથી દૂર કરી સ્ટીમર બંદર ઉપર આવી. તે વખતે તે શેઠ પાંચ પ્રમાદ તથા તેર કાઠિયાના જેરથી તે સ્ટીમરમાં રહેલ પાંચ મહાવ્રત અથવા બાર વ્રતરૂપ અમૂલ્ય રને તેમજ દાન, શીલ, તપ, ભાવ, ધ્યાન તથા પરેપકાર રૂ૫ રત્નના સમૂહને ઉતારવાની વાત તે દૂર રહી, પરંતુ તેનાં દર્શન કરવા પણ જતો નથી. પેલા ખલાસીઓ પિકારીને કહે છે, કે “મહારાજ! સ્ટીમર ઘણાં કષ્ટ કિનારે આવી છે. માલ ઉતારે. દારિદ્ર દુર જશે. કદાપિ દુઃખ નહીં રહે. પરંતુ ભારે કર્મો જીવ હેવાથી ખલાસીનાં હિતવચને એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખે છે. પછી ઉપર બતાવ્યા પ્રમાણે બહુ પ્રમાદથી ઘણે દુઃખી થાય છે.
અહીં મનુષ્યજન્મરૂપી સ્ટીમર સમજવી તથા ગુરુમહારાજનાં વચને તે ખલાસીનાં વચને જાણવાં. સંસારરૂપી બાજી, રાગદ્વેષરૂપી પાસા, સોળ સોગઠાં તે કષાયરૂપી જાણવાં. સૂર્યાસ્ત તે અજ્ઞાનતા સમજવી. રાત્રી તે મિથ્યાત્વ જાણવું. અકસ્માત તેફાન તે મરણ સમજવું. પ્રાણ આ બધું ન સમજે અને પ્રમાદમાં પડી જાય તે પાછો રઝળતે રઝળતો નિગોદમાં ચાલ્યા જાય, ખૂબ દુઃખી થાય; માટે જ જ્ઞાની પુરુષે વારંવાર નવી નવી યુક્તિઓ