________________
(૨૬) છે, અનર્થોને ઉત્પન્ન કરવાના હેતુભૂત છે. બોધિબીજરૂપ સમ્યક્ત્વના ઘાતક છે. સત્ય, સંતેષ, બ્રહ્મચર્ય, શાંતિ, માર્દવ, આર્જવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ચરણસોત્તરી, કરણસીત્તરી, બાર ભાવના, પંચ મહાવ્રત ઈત્યાદિ ધર્મ રાજાના સૈન્યને પાછું હઠાવનાર છે. છેવટ અગતિમાં પહોંચાડનાર છે. એવા પરિગ્રહને જ્યારે હું દૂર કરીશ તે દિવસ મારે સેનાને સુરજ ઊગશે. મારો આત્મા આત્મિક સુખમાં લીન થશે. તે દિવસ ક્યારે આવશે ? એ પહેલે મનેરથ.
૨ કયારે હું પંચમહાવ્રત લઈ, પંચસમિતિ, ત્રણગુપ્તિ એ આઠ પ્રવચન માતાને આદર કરીશ? તથા ઘેર અભિગ્રહને ધારણ કરી, બેંતાલીસ દેષરહિત શુદ્ધ આહારી બની, બાર ભેદે તપ કરી, સકળ કર્મને તેડી, મારા આત્માને ઉદ્ધાર કરીશ? વળી અંત આહારી, પંત આહારી, અરસા આહારી, વિરસ આહારી, સર્વ રસને ત્યાગી થઈ ધનાકાકંદી, ધનાશાલિભદ્રાદિક મુનિવરોની માફક ત્યાગી બની શુદ્ધ સંયમ ધારી થઈ, કર્મશત્રુઓને ક્યારે હઠાવીશ? “ધન્ય ધન્ય તે દિન મુજ કયારે હશે ? હું લઈશ સંજમ શુદ્ધજી.” ઈત્યાદિક સંયમ ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી સંયમ કયારે ગ્રહણ કરીશ? જ્યારે મારે સંયમ લેવાને દિવસ આવશે ત્યારે મારા મનના મને રથ સફળ થશે અને તે દિવસે હું ભાગ્યશાળી કહેવાઈશ. તે બીજે મને રથ.
૩ ક્યારે હું અઢાર પાપસ્થાનકને આળવી, નિઃશલ્ય થઈ, ચૌદ રાજલોકના તમામ ને ખમાવી સર્વ વ્રત