________________
(૨૧૭)
સંભાળી, અઢાર પાપસ્થાનક ત્રિવિધ ત્રિવિધે સિરાવી, ચાર આહારના પચ્ચખાણ કરી, છેલ્લે શ્વાસેહ્વાસે આ શરીરને પણ વોસિરાવી, ત્રણ પ્રકારની આરાધના આરાધતે, ચાર મંગળરૂપ ચાર શરણને ઉચ્ચરતે થકે, સંસારને પૂંઠ દેતે, શરીરની મમતારહિત થવાથી, મરણને નહિ વાંછતો અંતકાળે પંડિત મરણને પામીશ?
આ ત્રણ મને રથને ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ મન, વચન, કાયાએ કરી શુભ પરિણામે ભાવતા થકા ઘણું કર્મની નિર્જરી કરીને સંસારને અંત કરનાર મેક્ષરૂપ શાશ્વત સુખને આપનાર સંયમને પણ ગ્રહણ કરવાની અભિલાષાવાળા થાય છે. અને જ્યારે સદગુરુને સંગ મળે ત્યારે કટિબદ્ધ થઈ તેમની વૈરાગ્યવાળી દેશના સાંભળી આ સંસારરૂપી બેડી તેડી નાખી સંયમને અંગીકાર કરે છે.
ત્રણ મનોરથ (ઓધવજી દેશે કહેજો શ્યામનેએ રાગ) ત્રણ મરથ મનથી ચાહું સદા, ચાહું વળી ક્યારે મળશે ચારિત્ર જે; જગ જંજાળને જુઠી જલદી જાણીને, ક્યારે કરીશ હું સ્થિર-નિર્મળ ચિત્ત જો
સફળ થજે મારા એ મનના મને. મહા મુનિવર માફક સંયમ પાળીને, ક્યારે થઇશ હું અંતરમાં ઉજમાળ જે; ધનાકાબંધી–મેઘ ધના શાળી પરે, સંયમ પાળી કયારે વરીશ શિવમાળ જે. સફળ થજે મારા એ મનના મેનેરથી