________________
( ૨૧૪)
ભટકતાં ઘણીવાર ગાંડ પણ બની જાય છે. તે ચોક્કસ હદયમાં ઉતારી સમ્યકત્વરત્નને સાચવવા પુરુષાર્થ ફેરવે. સમ્યકત્વવંત જીવને સમ્યકત્વ સાચવવા માટે જેવી રીતે ગુણીજનને સમાગમ શુભ ફળદાયક કહો છે તેવી જ રીતે સમ્યકત્વ નિર્મળ કરવા માટે શુભ ભાવથી તીર્થોની યાત્રા દરવરસે કરવી તે પણ ફળદાયક છે. યાત્રા કરતાં કષાયને મંદ પાડવા, હંમેશા વેલાસર ઊડવું, તત્વની ચિંતા કરવી, આત્મિક લક્ષ્મી કેટલી કમાયે? કેટલી ખોવાણી? તેને મેળ કાઢ.
વ્યવહારમાં પેટને ધંધે છેડી પેદાશને ધંધે આદરીએ છીએ તેવી રીતે આત્માને નુકસાન થાય-ઘણી હાનિ થાય તે ધંધે કરે નહિ. આત્માને લાભ મળે--આત્માનું હિત થાય–આત્મપરિણતિ સુધરે–આત્માની ઓળખાણ થાય તે ધંધે હંમેશાં કરો. નિરંતર ૧-૨-૩ સામાયિક કરવાં, વિશેષ ન બને તે એક સામાયિક તે અવશ્યમેવ કરવાની ટેવ પાડવી. તે સામાયિકમાં રાજકથા, દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા-આ ચાર વિકથાને તે દેશવટો આપીને ધર્મકથા જ કરવી. અથવા સારા વિરાગ્ય-નીતિનાં પુસ્તક વાંચવા. પૂર્વે થઈ ગયેલા મહાપુરુષ ગજસુકુમાલ, અવં. તીસુકુમાલ, ધનાકાનંદી, ધનાશાલિભદ્ર, જંબુસ્વામી, પ્રભાવ સ્વામી, મેતાર્યમુનિ, દશાર્ણભદ્ર વગેરે મહાપ્રાભાવિક શાસન સ્થના તથા સુલસા, રેવતી, ચંદનબાળા વગેરે પ્રમુખ મહા સતીઓનાં જીવનચરિત્રો વાંચવાં. જે જીવનચરિત્રો વાંચવાથી તે તે ઉત્તમ છવાના ગુણ તમને સ્મરણપથમાં ઉપસ્થિત