________________
(૧૩)
તજે, તેહને ગુણ નવી રહે, જેમ જલધિ જળમાં ભળ્યું ગંગાનીર લુણપણું લહે” હીણા માણસને સંગ પિતાના સારા ગુણને પણ નષ્ટ કરે છે. અર્થાત્ મિથ્યાવીના સંગથી સમ્યક્ત્વ ગુણ હાનિ પામે છે. જેમાં સમુદ્રના જળમાં ભળવાથી ગંગાનું મીઠું જળ પણ ખારું થઈ જાય છે, માટે મિથ્યાત્વને પરિચય સમકિતી જ કરે નહિ. ઉપર બતાવેલ પાંચે અતિચારેને સમજીને જરૂર તેથી દૂર રહેવું. દૂર નહિ રહેવાય તે મિથ્યાત્વરૂપી ચેરે સમ્યક્ત્વ રત્નને લૂંટી લેશે. શ્રદ્ધાથી પતિત કરશે. આગળના ગુણઠાણે ચડવા નહિ દેતાં નીચેના ગુણઠાણે પટકશે વગેરે ઘણી હાનિ થશે. નિ—વાદિ કેટલાએ છ પ્રતિકૂળ સંગાથી શ્રદ્ધાથી પતિત થઈ સભ્યત્વ ગુમાવી બેઠા છે ને સંસારમાં રઝળ્યા છે. જે કે સમ્યક્ત્વવંત જીવને એકડો થઈ ચૂકી છે તેથી વહેલા કે મેડા છેવટ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર સકળ કર્મક્ષય કરીને તે ક્ષે જાય, પરંતુ જ્યાં થડા ભવમાં જ સાધ્ય સિદ્ધ થાય તેવું હતું ત્યાં સંખ્યાત, અસંખ્યાત છેવટ અનંત ભવ સુધી સમ્યકત્વ ગુમાવીને રખડવું અને અનંત દુઃખો સહન કરવાં તે કાંઈ છેડી શેકદશા ન કહેવાય. જેમ કરેડપતિ પાસેથી કઈ તમામ લક્ષમી હરણ કરી જાય અને પછી તેને કેઈ કહે, કે આગળ ઉપર તમને કેઈવાર મળશે. તેવું કહેવા છતાં પણ લક્ષ્મી જવાથી પારાવાર દુઃખ થાય છે. શેક–સંતાપમાં મગ્ન થાય છે. છેવટે ગાંડ પણ બની જાય છે. તેવી જ રીતે સમ્યક્ત્વરૂપી સાચી લક્ષમી આ જીવ પાસેથી જતી રહેવાથી મિથ્યાત્વરૂપી ભૂતના સમાગમથી ભવચક્રમાં