________________
(૨૦૨)
રૂપી કાર્યં ન થાય તેા પછી તેના જેવું બીજી' દુઃખ કર્યું કહેવાય ? ઘરમાં ઘી, ગાળ, ખાંડ વગેરે ભાજનની સામગ્રી હાય છતાં ભૂખે મરે તા પછી તેના જેવા ખીજો કાણુ મૂર્ખ કહેવાય ! તેવી જ રીતે અનંત કાળ પરિભ્રમણ કરતાં મનુષ્યજન્મ, આ ભૂમિ, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કુળ, દેવ, ગુરુ, ધમની જોગવાઈ, ધર્મોનું શ્રવણ વગેરે પ્રાપ્ત થયા છતાં જે વીતરાગના વચનમાં શંકા રાખી સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કરે તેા તે પણ મૂખ જ કહેવાય તેમાં શું આશ્ચય? આવું અમૂલ્ય સમ્યક્રત્ન જીવને પ્રાપ્ત કરવાના અપૂર્વ સમય હાથ આવ્યા છે તેા તે સમય જવા દેવા નહિ. જેમ કાઈ યુનના અથી મનુષ્યને ધન કમાવાના ખરાબર સમય આવ્યે હાય તા પ્રમાદ તજી ધન મેળવવામાં ખામી રાખે નહિ, તેમ ચિંતામણી રત્નથી અધિક મનુષ્યભવાદિ સામગ્રી પામી ભવ્ય જીવ પણુ સભ્યરત્નને પ્રાપ્ત કરવામાં પ્રમાદ કરે નહિ, અને જો પ્રમાદમાં પડી ગયા તે સમ્યક્ત્વરત્ન મળી શકે નહિ. કારણુ કે સમ્યરત્ન પ્રાપ્ત કરવું તે કાંઇ સામાન્ય વાત નથી, બહુ જ કિઠન છે. તેની કિઠનતા માટે પણ દષ્ટાંતા, જે મનુષ્યભવની કઠિનતાવાળાં કહ્યાં છે તે, સમજવાં. ચાર ગતિમાં ભ્રમણ કરતા જીવાને મનુષ્યભવમાં સમ્યકૃત્વની પ્રાપ્તિ થવી સુલભ ગણાય છે, કારણ કે દેવતા આને વિષયમાં અતિ આસક્તિ હાવાથી પેાતાનું આયુ તેમાં ને તેમાં પૂરું થઈ જાય છે; જેથો તેઓને પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ જલદી થતી નથી. જીએ! માટી સ`ઘણુમાં કહ્યું છેઃ
तहिं देवा वंतरिया, वरतरुणीगीयवाइयरवेणं ।
निच्च सुहिया पमुइया, गयंपि कालं न याति ॥ १ ॥