________________
( ૩ ). અર્થ-તે ભુવને માહે યંતરિક દેવતાઓ શ્રેષ્ઠ સૌભાગ્યવાળી દેવીઓનાં ગીત તથા વાજિંત્રના શબ્દ કરી નિરંતર સુખી તથા હર્ષવાળા થવાથી ગયેલા કાળને પણ જાણતા નથી.”
વળી નારકી જી અત્યંત વેદનાથી વ્યાકુળ હોવાથી તેઓને પણ જલદી સમ્યકત્વની પ્રાપ્તિ થવી કઠિન જ ગણાય, તિય વિવેકથી શૂન્ય હેવાથી ધર્મશ્રવણ કરવું જ બની ન શકે તે પછી સમ્યત્વની વાત તો દૂર રહી. જો કે ઉપર બતાવેલ દેવતા નારકી તિર્યને પણ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ મનુષ્યભવમાં મનુષ્યને ઉત્તમ સામગ્રી મળ્યા પછી જેટલી સુલભતા છે તેટલી સુલભતા સમ્યક્ત્વ માટે તે ત્રણ ગતિવાળા જાને નથી. માટે મનુષ્યએ આવી ઉત્તમ સામગ્રી પામીને વિષય, કષાય ને પ્રમાદ જે આત્માના કટ્ટા શત્રુ છે, તેને દૂર કરી મિથ્યાત્વથી દૂર રહી સમ્યકત્વ પ્રાપ્ત કરવું, તે જ મનુષ્યભવ પામ્યાનું ખરું રહસ્ય સમજવું. હવે સમ્યફત્વની પ્રાપ્તિ કયારે થાય? તે બતાવાય છે:
જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મમાંથી એક આયુ કમને છેડીને સાતે કર્મની સ્થિતિ શુભ અધ્યવસાયથી ઘટાડી ઘટાડીને એક કોટાકેદી સાગરેપમમાં પલ્યોપમને અસં. ખ્યાતમે ભાગ ન્યૂન કરે તે સમયે જીવ યથાપ્રવૃત્તિકરણ કરે. તે કરણ જીવે આ સંસારમાં ભ્રમણ કરતાં અનંતી. વાર કર્યું અને યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રંથિદેશે આ ખરે, પરંતુ આગળ જઈ શકે નહિ. આ પહેલું કરશું.