________________
(૨૧)
દર વરસે સારા માર્ગમાં ખરચી મહાપુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. ત્યારે કૃપણ જીવે લક્ષમીને સંચય કરવામાં જ જિંદગી પૂરી કરે છે અને સંસારની લીલા કરવા માટે હજારો ને લાખોના મહેલ બંધાવી તથા મોટરગાડીઓ ચલાવવા પુદ્ગલાની બની પાપના ભાગી બને છે. પરંતુ જ્ઞાનચક્ષુથી એટલું પણ તપાસતા નથી કે “પરલોકમાં ગયા પછી તે બંગલામાં હે ચેતન ! કયા જી લીલા કરશે ? મોટરગાડીમાં કેણ બેસશે ? પાપના બોજા કેણુ ભગવશે?” એટલો વિચાર જ્ઞાનચક્ષુથી જે થાય તો જરૂર સમજ પડે અને શુભમાર્ગમાં લક્ષ્મી ખરચવા તૈયાર પણ થવાય. માટે દરેક ભવ્ય જીવેએ ન્યાયસંપન્ન વૈભવ પ્રાપ્ત કર્યા પછી પણ લકમીને શુભમાર્ગમાં ખરચી જૈન શાસનને દીપાવવું, ભવાંતરનું ભાતું મજબૂત કરવું. છેવટ મોક્ષસુખ પ્રાપ્ત થઈ શકે તેવી રીતે શુભ ક્ષેત્રમાં ધનને વ્યય કરે. લક્ષ્મી વડે આવા શુભ કાર્યો તથા શુભ અનુષ્ઠાને કરવાથી જીવને સમ્યગદર્શન હોય તે બહુ નિર્મળ થાય છે અને ન હેય તે નવીન પ્રાપ્ત થાય છે.
- સમ્યગદર્શન પામતી વખત મિથ્યાત્વને ઉપશમ અથવા ક્ષપશમ અથવા ક્ષય થાય છે. ગમે તેટલી ક્રિયાઓ કરીએ, ગમે તેટલું દ્રવ્ય ખરચીએ, તીર્થની જાત્રાઓ કરીએ, પરંતુ જે સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય તે તમામ ફેગટ સમજવું, ઉપર બતાવેલ શુભ અનુષ્ઠાન તથા શાસનની પ્રભાવના તથા શુભ માર્ગમાં દ્રવ્યને વ્યય કરે, તે તમામ સમ્યગ્રહનપ્રાપ્તિનાં કારણે છે. તેનાં કારણે મળ્યાં છતાં પણ સમ્યગદર્શન