________________
( ૧૯ર) કર્યું હોય તેનું હું સ્મરણ કરું છું. પાપને દૂર કરનારી શત્રું
યાદિક તીર્થોની યાત્રાએ કરી જે પુણ્ય મેં મેળવ્યું હોય તેની હું ભાવના કરું છું. તીર્થકર ભગવાન, સિદ્ધ ભગ વાન, સાધુ અને ધર્મ એ ચારે મારું શરણ થાઓ; તેમજ તે જગપૂજ્ય થારે મારા મંગલરૂપ થાઓ. ચૈતન્યમય સ્વરૂપધારી આ આત્મા જ મારે છે. આ સર્વે દેહાદિક ભા સાંગિક હોવાથી પૃથકૂ-ભિન્ન છે. આ લેકમાં જીવોને જે દુઃખ થાય છે, તે ખરેખર દેહાદિક વડે થાય છે, માટે મન, વચન અને કયા વડે અવશ્ય ત્યાગવાલાયક તે દેહાદિકનો હું ત્યાગ કરું છું. એમ સ્મરણ કર્યા બાદ રાજર્ષિએ ચિત્તને સાવધાન કરી શુભ કાન વડે પ્રપંચ રહિત પંચપરમેષ્ઠિ નમસ્કાર-મંત્રનું સ્મરણ કર્યું.
રાજર્ષિને સ્વર્ગવાસ-પછી રાજર્ષિ શ્રી કુમારપાલ પિતે સમાધિસ્થ થયા. પિતાના હૃદયમાં સર્વજ્ઞ ભવાન
શ્રી હેમચંદ્રગુરુ અને પાપરૂપી મશીને પ્રક્ષાલન કરવામાં જળસમાન તેમણે કહેલા ધર્મનું સ્મરણ કરી શ્રી કુમાર પાલભૂપતિ વિષની લહરીથી પ્રકટ થયેલી મૂછ વડે કરી વિક્રમ સંવત ૧૨૩૦માં કાળધર્મ પામી વ્યતરેંદ્રપણે ઉત્પન્ન થયા. અને ત્યાંથી આવી આ ભરતક્ષેત્રમાં રહેલા ભદ્દોલપુર નગરમાં શતાનંદ રાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષે ઉત્પન્ન થઈ શતબલ નામે પ્રખ્યાત પુત્ર થશે. બાળવયમાં ઉત્તમ કલાઓ ભણી સુશ્રાવકની માફક શિયળ વ્રત પાળશે, ત્યાર પછી રાજપદવીને સ્વીકાર કરી પૂર્વજન્મની દયાળુતાને લીધે હિંસાદિક સાવદ્ય કાર્ય કરશે નહીં.