________________
( ૧ ) અને સામાયિકાદિકમાં મેં જે અતિચાર કર્યા હોય તેમને હું ફરીથી નહીં કરવા માટે ત્યાગ કરું છું. વળી પૃથ્વીકાયાદિના સ્વરૂપ વડે સ્થાવરોમાં વાસ કરતા મારાથી જે જીને અપરાધ થયેલ હોય તે સર્વ જીની હું ક્ષમા માગું છું. ત્રપણામાં તેમજ તિર્યંચ, નરક, નર અને દેવતાઓના ભાવમાં રહી મેં જે જીવને દુઃખ આપ્યું હોય તે પ્રાણીઓ મારી ઉપર ક્ષમાવાન થાઓ. દયાદિક કહેવા વડે સંઘને વિષે જે કઈ પ્રાણીઓને મેં પીડા કરી હોય તેમને હું હાથ જોડી ત્રિકરણ શુદ્ધિ-મન, વચન અને કાયા વડે ખમાવું છું. સર્વ જીવ-જાતિઓમાં ભ્રમણ કરતા મેં મન, વચન અને કાયા વડે જે કંઈ પાપ કર્યું હોય તે મને મિથ્યા દુષ્કૃત થાઓ, દાક્ષિણ્યતા વડે અથવા લેભ વડે અન્યને જે મેં મૃષા ઉપદેશ કર્યો હેય તે સર્વ મારું પાપ મિથ્યા થાઓ, પ્રમાદાદિકના યોગ વડે ધર્મકાર્યમાં મેં જે બળ છુપાવી રાખ્યું હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત થાઓ. ચરણાદિકના સ્પર્શ વડે પ્રતિમા, પુસ્તકાદિકના જે આશાતના થઈ હોય તે સર્વ આશાતના નાશ પામે.
અનશન વ્રત–એ પ્રમાણે ક્ષમાપના વડે કરીને, જેને આત્મા સર્વથા વિશુદ્ધ છે એવા શ્રી કુમારપાલ રાજર્ષિએ અનશનવ્રત ગ્રહણ કર્યું. તેમણે કહ્યું કે, ન્યાયમાર્ગ વડે ધન સંપાદન કરી રાત ક્ષેત્રોમાં જે કંઈ પણ મેં વાવ્યું હોય તે પુણ્યની હું અનુમોદના કરું છું. સદુ દેવ અને ગુરુ ર પુએ વડે તેમજ અમારિકરણ અને નિષ્પત્રક વિધવાઓના ધનની મુક્તિ વડે જે પુણ્ય ઉપાર્જન