________________
. (૧૦૧) વડે વિષમ દશા પ્રાપ્ત થવાથી રંકની માફક ભિક્ષા પણ મળતી નથી. કર્મરાજાને કેટલો બધો પ્રબળ પ્રતાપ
વિવેચન–જેઓને ઘેર હાથીઓના મદ ઝરવાથી આંગણામાં તેને કીચડ થઈ રહેતું હતું, જેઓને ઘેર ઘોડા, રથ, પાયદળ વગેરેને ગજરવ થઈ રહેતો હતું, સુવર્ણાદિ ધનની સંખ્યા કહી શકાતી નહતી, તેવા ધનવતને પણ કર્મરાજાના પરાધીનપણથી-પુણ્યને નાશ થવાથી ભીખ માગીને પેટ ભરવું પણું કઠિન થઈ પડે છે, તો પછી સામાન્ય કેટિના જીવનું ગજું? અનીતિ કરવાથી અશુભ કર્મ બંધાય છે, તેથી લક્ષમીને વિગ થાય તે સ્વાભાવિક છે. માટે નીતિથી જ દ્રવ્યઉપાર્જન કરી, લક્ષમીને સારા શુભ ક્ષેત્રમાં વાપરવી, જેથી પુણ્ય બંધાય અને આ ભવમાં તથા પરભવમાં પુણ્યપ્રકૃતિથી અથાગ લક્ષ્મી મળે. જુઓ ! તે જ ઉપાધ્યાયજી મહારાજ કર્મવિપાક અષ્ટકમાં કહે છે કે –
जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे । क्षणाद् रंकोऽपि राजा स्याद्, छत्रछन्नदिगन्तरः ॥१॥
જાતિ તથા ચતુરાઈથી રહિત હોવા છતાં શુભ કર્મને અભ્યદય થવાથી એક ક્ષણવારમાં, રંક ભીખારી હોય તે પણ છત્ર વડે કરી, આચ્છાદિત કર્યા છે દિશાના ભાગ જેણે એ, રાજા થાય છે.* *
ગમે તે ગરીબ, રંક કે નિર્ધન હોય પરંતુ પુણ્યપ્રકૃતિ સાથે લાવેલ હોય તે ધનાઢય થઈ જાય અને ઈષ્ટ વસ્તુની સામગ્રી મળે. પરંતુ અનીતિ કરવાથી ઈષ્ટ વસ્તુ મળતી