________________
(૧૭૬) ૧૭. કાળે કતા-કહેતાં ભૂખ લાગે ત્યારે ખાવું. અકાળે ભેજન કરવું નહિ. લેલુપતાને ત્યાગ કરી ભૂખ પ્રમાણે ખાવું. અતિ ભેજન કરે તે ઊલટી-ઝાડા-મરડાદ દેષ થવાને સંભવ રહે છે, માટે અતિ ભેજન કરવું નહિ. જે ડું ખાય છે, તે ઘણું ખાઈ શકે છે. શાસ્ત્રમાં બત્રીશ કવળને આહાર કહ્યો છે, તે ધ્યાનમાં રાખવું.
૧૮. અ ન્યાપ્રતિબંધન–કહેતાં ધર્મ, અર્થ અને કોમ એ ત્રણે પરસ્પર બાધા ન પામે તેવી રીતે સાધવા. તેમાં મુખ્યતા ધર્મની સમજવી, કારણ કે ધર્મથી જ અર્થ અને કામ મળી શકે છે. ધર્મ સાધન કરવાના સમયમાં કય ઉપાર્જન કરવાનું સૂઝે તે ધર્મથી ચુકાય છે, અને ધર્મ ચૂક્યા તે અર્થ અને કામ પણ ચૂક્યા સમજવું. માટે ત્રણ વર્ગ સાધવાને વખત નક્કી કરી રાખવે જેથી દ્રવ્ય ઉન્ન કરવામાં અને સંસારનાં કાર્યમાં વિદન ન આવે ને ધર્મનું આરાધન રૂડી રીતે થાય.
- આજકાલ કેટલાક જીવે ધર્મને છેડી પૈસા ભેળા કરવામાં જિંદગી પૂરી કરે છે. તે પિતાના આત્માને ઠગે છે, ને તે જ ધર્મ રહિત રહેવાથી પરલોકમાં દુર્ગતિમાં અસહ્ય દુખે સહન કરે છે, માટે તેમ ન કરવું પણ ધર્મની મુખ્યતા રાખવી. એક દિવસ પણ ધર્મ-આરધન વિનાને જ ન જોઈએ તે ખાસ યાદ રાખવું. - ૧૯ યથાવદતિથી-કહેતા મુનિરાજને દાન દેવારૂપ વિનયપૂર્વક આતિથ્ય કરવું. દુઃખી જનને અનુકંપા દાન દેવું. મુનિરાજની સેવાભક્તિ કરવામાં કુશળ રહેવું. અવું.