________________
(૧૭૭) કારરહિત દાન દેવું. શાલિભદ્ર, મૂળદેવ વગેરે દાનના પ્રભાવથી અથાગ લક્ષ્મીના જોક્તા થયા છે.
૨૦. સદાડનભિનિવિષ્ટ કહેતાં બે હડ-કદાગ્રહ કરે નહિ. જિનમતને વિષે બહુમાનપૂર્વક રાગ કર. હઠકદાગ્રહથી જમાલીની માફક જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય છે.
ર૧. પક્ષપાતી ગુણેષુ-કહેતાં ગુણીજનને પક્ષ. કરે. તેમની સાથે સૌજન્ય તથા દક્ષિયતા વાપરવી. તેમને સમાગમ કરો. ગુણીજનના સમાગમથી જીવેને અનેક પ્રકારે લાભ થાય છે અને ઉભય લેકમાં તેમનું હિત થાય છે.
ર૨. અશાકાલેશ્ચર્યા ત્યજન-કહેતાં જે દેશમાં જવાની શાસ્ત્રકાર આજ્ઞા ન આપતા હોય અથવા રાજાની મનાઈ હોય, તે દેશમાં ઉદ્ધતાઈ કરીને જવું નહિ. વળી જે કાળે જે કાર્ય કરવાની આજ્ઞા ન હોય, તે કાળે તે કાર્ય કરવું નહિ. અકાળમાં કાર્ય કરવાથી અનેક પ્રકારના ઉપદ્રવ થાય છે.
ર૩. જાનનું બલાબલ-કહેતાં પિતાનું બળ તપાસીને કાર્ય કરવું, કારણ કે શક્તિ ઉપરાંત કાર્ય કરવાથી ધનની તેમજ શરીરની હાનિ થાય છે.
ર૪. વતસ્થજ્ઞાનવૃદ્ધાનાં પૂજક-કહેતાં વ્રતમાં રહેલાં અને જ્ઞાનમાં વૃદ્ધિ પામેલા એવા પુરુષની સેવા કરવી. આત્મહિતના અર્થે તેમની પાસેથી જ્ઞાન સંપાદન કરવું. વ્રતમાં રહેલા જ્ઞાની પુરુષોની સેવા કલ્પવૃક્ષની માફક સારા ઉપદેશરૂપી ફળ વડે કરીને ફળે છે. ૧૨