________________
(૧૭૪) કરે, ગુણવંતને સમાગમ કરે તેમજ મિથ્યાત્વને સંગ કરવે નહિ. તેને સંગ કરવાથી આપણી ધર્મબુદ્ધિ નષ્ટ થાય છે અને સારા સંગથી સારી બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
૯. માતાપિશ્ચ પૂજક-કહેતાં માતા-પિતાની આજ્ઞામાં રહેવું. તેમને પૂજનાર થવું.નિત્ય પ્રાતઃકાળે તેમને વંદન કરવું, જે વૃદ્ધ થયાં હોય તે તેમનાં ખાવાપીવાની, પહેરવા ઢવાની કાળજી રાખવી. તેમના ઉપર ક્રોધ કરે નહિ. કટુ વચન વાપરવાં નહિ. અગ્ય કાર્યથી થતા ગેરફાયદા વિનયપૂર્વક સમજાવવા. પરક સંબંધી હિતકારી અનુષ્ઠાનમાં તેમને જોડવા જેથી તેમના આત્માનું પણ કલ્યાણ થાય. દરેક રીતે તેમની ભક્તિ કરવી.
૧૦. ત્યજ-નુપડુતંસ્થાન–કહેતાં ગામનગરાદિ સ્થાન જે ઉપદ્રવ વાળું હોય તેને ત્યાગ કરે. જે રાજાઓને પરસ્પર વિરોધ હોય તેવા ગામનગરાદિમાં રહેનાર મનુષ્યને તે સ્થળ ભયનું સ્થાન ગણાય; તથા દુર્ભિક્ષ, મરકી વગેરે રેગોના ઉપદ્રવવાળા સ્થાનને પણ ત્યાગ કરે. જે તેમ ન કરે તે ધર્મ, અર્થ, કામ, અને પૂર્વે પ્રાપ્ત કરેલાને નાશ થવાને સંભવ રહે છે, નવા ઉત્પન્ન થતા નથી, જેથી મનુષ્યનું જીવન દુઃખમય થઈ પડે છે.
૧૧. અપ્રવૃત્તશ્ચ ગહિતે કહેતાં દેશ-જાતિ કુળની અપેક્ષાએ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહિ.
૧૨. વ્યયમાચિત કુવન–કહેતાં પૈસાને ખર્ચ પિતાની આવકના પ્રમાણમાં કરે અને સારો લાભ થયો હેય તે કૃપણુતા છોડીને સાતક્ષેત્ર વગેરે શુભ માર્ગમાં ધન ખરચવું.