________________
(૧૫ર) |
एएसि वय पमाणं अहसमा उत्तिवीअरागेहि । भणियं जहन्नयं खलु उक्कोसं अणवगल्लोहि ॥१॥
શ્રી વીતરાગ પરમાત્માઓએ દીક્ષાને ગ્ય આત્માનું જઘન્ય વય પ્રમાણ આઠ વરસ સુધી કહ્યું છે અને ઉત્કૃષ્ટ વય પ્રમાણ જ્યાં સુધી અતિશય વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધીનું કહ્યું છે અર્થાત આઠ વરસથી આરંભીને અતિશય વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધી મનુષ્ય દીક્ષાને યોગ્ય છે એમ ફરમાવે છે. આવા પ્રકારના જ્ઞાનીઓનાં જ વચનથી આઠ વરસથી બાળકે દીક્ષાને ગ્ય જ છે એ ચોક્કસ સમજી દીક્ષાની ભાવનાવાળા બાળકોના આત્મકલ્યાણમાં અંતરાયભૂત બનવું નહીં. પ્રભુ મહાવીર પરમાત્માનું શાસન હજી સાડાઅઢાર હજાર વરસ ઝાઝેરું ચાલવાનું છે. તેમાં હજી ઘણા ભાગ્યવતી યુગપ્રધાન થવાના છે. તેમાં લઘુ વયના બાળકે પણ સંજમ લઈ કેટલાએ યુગપ્રધાન પણ થશે. તો પછી બાળકને કે મોટાઓને દીક્ષા લેતાં અટકાવવા અને પાપબંધનમાં ઊતરવું તે અટકાવનારના આત્માને ઘણું જ નુકસાનકારક છે. તેમ નહીં કરતાં સંજમ લેનારને તે ઉત્સાહી બનાવવા હિતવચને કહેવાં, કે હે પુત્ર! સંજમ પાળવામાં પ્રમાદને લેશમાત્ર અવકાશ આપશો નહીં અને ગુર્નાદિકની આજ્ઞામાં રહી જ્ઞાનદર્શન ચારિત્રનું આરાધન બરાબર કરો. આત્માની શુદ્ધિ આ રત્નત્રયીના આરાધન વિના ભૂતકાળમાં કેઈએ કરી નથી. વર્તમાન કાળમાં પણ કેઈકરતા નથી. ભવિષ્ય કાળમાં પણ કરવાના નથી. માટે મહાન પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ સંજમનું બરાબર રક્ષણ કરી આત્માને ઉજવલ