________________
(૧૫૩) બનાવશે. આવી રીતે હિતશિક્ષા આપવી તે જ ધમી માતાપિતાદિકનું કર્તવ્ય જાણવું અને હિતશિક્ષા આપી માતાપિતાદિકેએ પણ અચિંત્ય ચિંતામણી સરખા વીતરાગના ધર્મમાર્ગમાં જ પ્રવૃત્તિ કરવી અને સર્વ વિરતિની ભાવના હૃદયમાં રાખવી. કદાચ ન લેવાય તે દેશવિરતિ અંગીકાર કરવી, તે પણ કદાચ ન બને તે સમકિત દષ્ટિ તો જરૂર બનવું જેથી અનુકમે પણ આત્મશુદ્ધિ થઈ શકશે. આ મેહાન્ત જીવે ધર્મનું સ્વરૂપ નહીં સમજતાં લક્ષમીની લાલસા વડે કરી એક બીજાનું બૂરું ચિંતવી, ઈર્ષ્યાઓ કરી, અનેક પ્રકારનાં પાપે કરી નરકાદિ દુર્ગતિના ભાજન થાય છે અને નરકાદિકમાં ઘર વેદના સહન કરે છે.
લક્ષ્મીની ચંચળતા (રાગઃ એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે...) એ રિદ્ધિ અસ્થિર પ્રમાણે, હે પ્રાણું ! એ રિદ્ધિ અસ્થિર પ્રમાણે, મેહ કરે છે શાને; હે પ્રાણી. નો સેવનની ડુંગરી કરી પણ, લઇને ગયો નહિ કટકે કાયા માયા વાદળ છાંયા, છે દિન ચાર ચટકે; હે પ્રાણી. મમ્મણ શેઠે વેઠ કરી ભલે, ભેળી લક્ષ્મી બહ કીધી; અન્તસમે સહુ મૂકીને ચાલ્ય, પાઈન સાથે લીધી છે પ્રાણી. માર્ગાનુસારીના ગુણ પાંત્રીશને, અંતરમાંહી ઉતારે; ન્યાયપાતિ વિર વરીને, ખર્ચો ખાતે હજાર; હે પ્રાણી. સાતે ક્ષેત્રે વાપરી પૈસે, જીવન જરૂરી સુધારે; પ્રભુ “ભકિત” વળી નિત્ય કરીને, સફળ કરો જન્મારે.
હે પ્રાણ ! એ રિદ્ધિ અસ્થિર પ્રમાણે.