________________
(૧૫)
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં ઘણું ઘણું શાસકારે બતાવી છે. પરંતુ અહીંયાં તો લેશમાત્ર દિગદર્શન માત્ર સમજવું આ દૃષ્ટાંતથી આટલું તે સિદ્ધ થઈ ચૂકયું કે પૂર્વ ભવની આરાધના કરીને જન્મેલા બાળકે પણ નાની ઉંમરમાં પણ સંજમના આરાધનાના બળથી આ પંચમકાળમાં પણ આત્મકલ્યાણ કરવા તૈયાર થાય; તેમાં કેઈએ આડા આવી અંતરાયભૂત બની પાપ બંધનમાં ઊતરવું તે કઈ રીતે વ્યાજબી ન ગણાય. જિંદગી કાલ પૂરી થઈ જશે. એકલા ચાલ્યા જવાનું છે તે સાચું છે. અને આવા ઉત્તમ કાર્યમાં અંતરાયભૂત બની બાંધેલું કર્મ ભવાંતરમાં ભેગવવું પડશે. આવાં આગમનાં વચન ભૂલી જવા જેવાં નથી. વીતરાગનું શાસન પામેલાં ઉત્તમ માતાપિતાએ પોતાના બાળકને ઉન્નતિના શીખરે પહોંચાડવા લધુ વયમાં જ સંજમ અપાવી સહાયભૂત બની પુણ્યાનુબંધી પુણ્યનાં ભાગી બને છે, ત્યારે કેટલાયે ભારે કમી છ અંતરાયભૂત બની કર્મ બંધનમાં ઊતરી સંસાર વધારે છે. અહીં કે શંકા કરે કે આ પંચમ કાળમાં લઘુ વયના બાળકે સંજમ પાળી શકે નહીં, તેવું બોલનારને કહેવું કે તમારું કથન તમારી મતિ અનુસાર ચાલે નહીં; લેકેત્તરમાર્ગમાં જ્ઞાનીનાં વચન આગળ કરવાં જોઈએ. જુઓ જ્ઞાનીનાં વચન વિચારેઃ જિનશાસનમાં સઘળાને માન્ય અને પરમ પ્રામાણિક તરીકે ગણુતા સુવિહિત શિરેમણે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા “પંચવસ્તુક” નામના ગ્રંથમાં દીક્ષાને ગ્ય આત્માઓની વય કયાં સુધી વીતરાગ પરમાત્માઓએ સ્વીકારી છે તે દર્શાવતાં લખે છે, કે –