________________
(૧૩૬) આર્તધ્યાનથી મરણ પામી યશોધરના જીવની માફક તિય". ચાદિ ગતિમાં રખડે છે. પછી જલદી ઊંચું ચઢવું ઘણું કઠિન થઈ પડે છે. પ્રથમ આપણે બતાવી ગયા કે મનુષ્યને ભવ પામ મહા કઠિન છે, તે ગુમાવી બેઠા પછી ક્યાંથી મળે? તેથી જેણે આ એક ભવ બગાડ, તેણે ઉત્તરોત્તર ઘણું ભ બગાડયા; જેણે આ એક ભવ સુધાર્યો, તેણે તમામ સુધાર્યો. કારણ કે જીવલમાંરાધનવડે સમ્યક્ત્વ દર્શન પામી દેવલેકમાં જાય છે અને ત્યાં પણ અનેક પ્રકારનાં તીર્થંકરની ભક્તિ વગેરે શુભ કાર્યો કરી, માનવ ભવ લઈ સિદ્ધિપદને જલદી પામે છે. કે ત્રણ ભવ, કેઈ પાંચ, સાત, આઠ ભવમાં પણ સિદ્ધિપદને પામે છે, વચલા ભવમાં પણ દુખને પામતા નથી. સારી રદ્ધિસિદ્ધિવાળા કુટુંબમાં જ જન્મ થાય છે. માટે હે ચેતન ! આ ભવ સફળ કરવા માટે જલ્દી ઉદ્યમવંત થા! પ્રમાદ છેડ. જે! છાયાના બહાના વડે કાળરાજા તારી પાછળ ફરે છે. તે હકીકત શાસ્ત્રકાર બતાવે છે -
छायामिसेण कालो, सयलजियाणं छलं गवेसतो। पास कहवि न मुश्चइ, ता धम्मे उज्जमं कुणह ॥१॥
હે આત્મા ! તારા શરીરની છાયા જે દેખાય છે તે છાયાને બહાને કાળરાજા તારી પાછળ ફરે છે, સકળ જીનું છળ તે તાકી રહ્યો છે, છેડો છોડતો નથી, માટે ધર્મને વિશે ઉદ્યમ કર.
એકદમ ઓચિંતો તને કાળ પકડશે તે સમય તારાં જેટલાં કામ છે, તેટલાં પૂરાં થઈ શકવાના નથીકામ તે બાકીનાં બાકી જ રહેશે. અને તેને તે વખતબહુ જ પશ્ચાતાપ થશે કે-અરે! આપણે કાંઈ આખી જીંદગીમાં સુકૃત કરી