________________
(૧૭)
શક્યા નહિ અને મૃત્યુના પંજામાં આવ્યા. તે પશ્ચાત્તાપ તે વખતે ન થાય તેવી યોજના અત્યારથી કરી લે. દાન, શીયલ, તપ, ભાવ-આ ચાર પ્રકારના ધર્મને તથા શ્રત ધર્મને ચારિત્ર ધર્મને આદર. અવસર પામી સંયમ ગ્રહણ કર. સંયમ ન લઈ શકે તે સમ્યક્ત્વનું સ્વરૂપ સમજી સમ્યક્ત્વપૂર્વક શ્રાવ કનાં બારવ્રત, સદગુરૂનો સંગ પામી અંગિકાર કરી લે. પછી ધીમે ધીમે સંયમની પણ ભાવના થશે. અત્યારથી અભ્યાસ પાડ. અભ્યાસ વિના કેઈ પણ કાર્ય કરવું ઘણું કકારી થઈ પડે છે, શરીર સારું છે ત્યાં સુધી જ કરી શકીશ. અત્યારે નહિ કરે તે પછી મૂઢ તથા ગમારની ઉપમાને લાયક થઈશ. જે! શાસ્ત્રમાં કહે છે કે –
विविधोपद्रवं देह-मायुश्च क्षणभंगुरं । कामाऽऽलंब्य धृति मढैः, स्वश्रेयसि विलंब्यते ॥१॥
આ દેડ વિવિધ પ્રકારના ઉપદ્રવથી સપડાયેલ છે, આયુ ક્ષણભંગુર છે,છતાં કેવા પ્રકારની પૈર્યતાને કે ધીઠાઈને અવલંબી મૂઢ જીવે પિતાના આત્મહિતમાં વિલંબ કરી રહ્યા છે?”
આ શરીર અનેક પ્રકારના ઉપદ્રવોથી વિંટાયેલું જ છે. કેઈ વાર ભયંકર રોગ, કેઈ વાર મૂચ્છ, કેઈવાર ઘેલછા ઈત્યાદિ ઉપદ્રવોથી ભરપૂર આ દેહ છે. વળી આયુ પણ ક્ષણભંગુર છે. “ક્ષણવારમાં માણસ મરણ શરણ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે બીજા કેઈનું શરણ નહિ લેતાં ધર્મનું જ શરણ લેવું, તે જ આત્માને હિતકારી છે. ધર્મ છે તે જ જીવને પરભવ જતાં શંબલ (ભાતા) તુલ્ય થાય છે. માર્ગમાં ગમન કરનાર માણસ સાથે ભાતું ન હોય તે દુઃખી થાય છે. તે જ