________________
(ર૦) વિલાપથી અને કેઈના પરિશ્રમથી એ રેગ શાંત ન થયે. મેં તે વેળા એકલાએ જ અસહ્ય વેદના ભેગાવો. પછી હું આ દુઃખથી ભરેલા સંસારથી ખેદ પામે. તેથી વિચારવા લાગ્યું કે હું જે આ ઘર વેદનાથી મુક્ત થઈશ તે પારમેશ્વરી પ્રવ્રયાને (દીક્ષાને) અંગીકાર કરીશ.” એમ ચિંતવતે હું શયન કરી ગયા. રાત્રી અતિક્રમી ગઈ. એટલે, હે મહારાજ મારી તે વેદના શમી ગઈ અને હું નીરોગી થયે. પ્રાતઃકાળે માતાપિતા સ્વજનાદિકને પૂછીને મેં મહાક્ષમાવાળું અને ઈન્દ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભાદિથી રહિત સાધુપણું અંગીકાર કર્યું. ત્યારપછી હું મારા આત્માને નાથ થયો. હવે સર્વ પ્રકારના જીવને હું નાથ છું.”
અનાથી મુનિએ આવા પ્રકારની અશરણ ભાવના શ્રેણિક રાજાના મન ઉપર દઢ ઠસાવી. હવે બીજે ઉપદેશ તેને અનુકૂલ આપે છે –“હે રાજનું! આ આપણે આત્મા જ
ખની ભરેલી વિતરણ કરનાર છે. આપણે આત્મા જ શામલી વૃક્ષના દુઃખને ઉપજાવનાર છે. આપણે આત્મા જ મનવાંછિત, ઈષ્ટ વસ્તુ રૂપી દૂધને દેવાવાળી કામધેનુ ગાય જેવું સુખને ઉપજાવનાર છે. આપણે આત્મા જ નંદનવનની માફક આનંદકારી છે. આપણે આત્મા જ કર્મને કરનાર છે. આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપણે આત્મા જ
ને ઉત્પન્ન કરનાર છે. આપણે આત્મા જ સુખને ઉત્પન્ન કરનાર છે. આપણે આતમા જ મિત્ર અને આપણે આત્મા જ વેરી છે. આપણે આત્મા જ તમામ કાર્ય કરનાર છે. એવી રીતે અનેક પ્રકારે અનાથી મુનિએ તે ઐણિક રાજા પ્રત્યે સંસા