________________
(૧ર) રનું અનાથપણું કહી બતાવ્યું. તેથી શ્રેણિક રાજા અતીવ સંતોષ પામ્યા. ને અંજળી કરીને બેલ્યા કે – હે ભગવાન ! મને તમે બરાબર ઉપદેશ કર્યો, તમે યથાસ્થિત અનાથપણું કહી બતાવ્યું. હે મહાષિ! તમે સનાથ છે, તમે સબંધવ છે, અને તમે સધર્મ છે. તમે સવ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ! હું તમને ખમાવું છું. તમારી હિતશિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિદન કરવાવાળું ભેગવિલાસ સંબંધી આમંત્રણ મેં આપને કર્યું હતું તે સંબધીને મારો અપરાધ ખમાવું છું. એવી રીતે સ્તવના કરી શ્રેણિક રાજા પરમાનંદ પામી ધર્મને વિષે રાગી થયા. અને મુનિને પ્રદક્ષિણું કરી તેમના ચરણ વાંદીને સ્વસ્થાને ગયા. અનાથી મુનિ નિરતિચાર ચારિત્ર પાળી મુક્તિ પામ્યા.
ઇતિ અનાથી મુનિ કથા અહો ! મહા તપોધન,મહામુનિ મહા પ્રજ્ઞાશાલી,મહા યશવંત, મહાનિર્ગથ અનાથી મુનિએ મગધ દેશના રાજાને પિતાના શુદ્ધ ચારિત્રથી જે બોધ આપે છે તે ખરેખર અશરણે ભાવનાને સિદ્ધ કરી દેખાડે છે. મહામુનિ અનાથીએ જે જે વેદનાઓ સહન કરી, તેની તુલ્ય. અથવા તેથી પણ વિશેષ અસહ્ય દુખે અનંત છે સામાન્ય દષ્ટિથી ભેગવતા દેખાય છે. તે સંબંધી તમે વિચાર કરો ! સંસારમાં છવાઈ રહેલ અશરણતાને ત્યાગ કરી સત્ય શરણ રૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરે ! પ્રાપ્ત કરવા ઉદ્યમ કરે એ જ મુક્તિના કારણરૂપ થશે. જેમ સંસારમાં રહેલા અનાથી અનાથ હતા તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની