________________
(૧૯) થ. શસ્ત્રથી પણ તીણ એ તે રંગ ઘેરીની પેઠે મારા ઉપર કોપાયમાન થયે. મારું મસ્તક આંખની અસહ્ય વેદનાથી અત્યંત દુઃખવા લાગ્યું. ઈન્દ્રના વજના પ્રહાર સરખી બીજાને પણ અત્યંત ભય ઉપજાવનારી અત્યંત દારૂણ વેદનાથી હું બહુ શેકા થયે. શારીરિક વિદ્યામાં વિદ્વાન, મંત્રમૂળીના જાણ, સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાને નાશ કરવા માટે આવ્યા, અનેક પ્રકારના ઔષધોપચાર કર્યો, પણ તે વૃથા ગયા. ધનવંતરી સરખા તે વૈદ્યો અને તે વેદનાથી મુક્ત કરી શક્યા નહિ. હે રાજન ! એ જ મારું અનાથપણું હતું, મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડયું પરંતુ તેથી કરીને પણ મારી વેદના ટળી નહિ. હે રાજન! એજ મારૂં અનાથપણું હતું મારી માતા પુત્રના શેકે કરીને અત્યંત દુઃખિત થઈ પરંતુ તે પણ તે દરદથી મને મૂકાવી શકી નહિ, હે મહારાજા ! તે જ મારૂં અનાથપણું હતું એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા મોટા તથા લઘુબાંધ પિતાનાથી બનતે પરિશ્રમ કરી ચુક્યા, પણ મારી વેદના ટળી નહિ. હે રાજન! એ જ મારૂં અનાથપણું હતું. વળી મારી માટી તથા નાની ભગીનીઓથી પણ મારું દુઃખ ટળ્યું નહિ.હે મહારાજા ! એજ મારું અનાથપણું હતું મારી પતિવ્રતા સ્ત્રી મારા ઉપર પ્રેમવાળી અને રાગવાળી હતી તે પણ આંખમાં પરિપૂર્ણ આંસુ ભરીને મારા હૃદયને સીંચતી ભીંજવતી હતી. મારી સમીપથી ક્ષણવાર અળગી રહેતી નહોતી અન્ય સ્થળે જતી પણ નહોતી. હે રાજન ! એવી સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહિ, હે રાજન! એ જ મારું અનાથપણું હતું. એવી રીતે કેઈના પ્રેમથી, કેઈના ઔષધથી, કોઈના