________________
(૧૧૦) ૧ વાભિગમ સૂત્રમાં વિજયદેવે જિનપ્રતિમા પૂજ્યાને
અધિકાર છે. ૨ ભગવતીસૂત્રના વીસમાં શતકે અંધાચારણે જિનપ્રતિ
માને વંદન કર્યાને અધિકાર છે. ૩ ઉપાસકદશાંગસૂત્રમાં કહ્યું છે કે-આણંદ શ્રાવકે નિયમ કર્યો
કે, “જિનવરને જિનબિંબ વિના બીજા કેઈને પણ વંદું નહિ. પૂજું નહિ. તેવી રીતે બીજા નવે શ્રાવકે માટે જાણવું. ૪ કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ રાજાએ જિનપ્રતિમા પૂજ્યાનું કહ્યું છે. ૫ શ્રી ભગવતીસૂત્રમાં તંગિયાનગરીના શ્રાવકે એ જિન
પ્રતિમા પૂજગ્યાનો અધિકાર છે. ૬ ઉવવાઈસૂત્રમાં ઘણાં જિનમંદિરને અધિકાર છે. ૭ તે જ સૂત્રમાં અંબડ શ્રાવકે જિનપ્રતિમાને વાંદી તથા
પૂછ તે અધિકાર છે. ૮ શ્રી જબુદ્ધિપપન્નત્તિ સૂત્રમાં ચમક દેવતાદિકે એ જિન
પૂજા કરેલી કહી છે.-- ૯ શ્રી નંદીસૂત્રમાં વિશાળનગરીની અંદર શ્રી મુનિસુવ્રત
સ્વામીની મહાપ્રભાવિક શુભ કહેલ છે. ૧૦ શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં સ્થાપના માનવી કહી છે. ૧૧ શ્રી આવશ્યક સૂત્રમાં જુદા જુદા અનેક અધિકાર છે.
શ્રી ભરત ચકવતિએ જિનમંદિર કરાવ્યાને અધિકાર છે. વગુર શ્રાવકે શ્રી મલ્લીનાથજીનું દેરાસર કરાવ્યું છે. પુષ્પથી જિનપૂજા કરનારને સંસાર ક્ષય થઈ જાય તેમ કહ્યું છે. તથા પ્રભાવતી શ્રાવિકોએ જિનમંદિર બનાવ્યું છે. તથા જિનપ્રતિમાની આગળ નાટક કર્યું છે.