________________
(૧૦૦) કેમ?” “હે ગૌતમ! જે પ્રમાદનું અવલંબન કરીને તથા પ્રકારના સાધુ જિનમંદિરમાં પ્રતિદિનન જાય તે એ સાધુને છઠ્ઠ કે બે ઉપવાસ અથવા પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે.”
હે સજજને! વિચાર કરે. ઉપર કહેલ પાઠમાં ખુદ ભગવાને જ પ્રતિદિન પ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા ફરમાવી છે! જે જિનમૂર્તિનાં દર્શન કરતા નથી, તે જ પરમાત્માની આજ્ઞાના વિરાધક બને છે, તે ખુલ્લું સમજાઈ જાય તેવું છે. કારણ કે નંદીસૂત્રમાં મહાક૯૫ સૂત્રનું નામ છે, તે નંદીસૂત્ર-જિનપ્રતિમાને નહિ માનવા વાળા પણે માને છે, માટે નંદીસૂત્રમાં કહેલ મહાકલ્પસૂત્ર પણુ પ્રમાણભૂત થવાથી જિનપ્રતિમા પણ પ્રમાણભૂત થઈ ચૂકી.
જિનપ્રતિમાનાં દર્શન ન કરે તે સાધુને જેટલું પ્રાયશ્ચિત કહ્યું, તેટલું પ્રાયશ્ચિત પિષહમાં રહેલ શ્રાવક પણ પ્રમાદને લઈને દર્શન કરવા ન જાય તે શ્રાવકને પણ સમજવું. માટે જિનપ્રતિમાનાં દર્શન અવશ્ય નિરંતર કરવાં. વળી નંદીસૂત્રમાં મહાનિશિથ સૂત્રનું નામ છે. નંદીસૂત્ર ૩૨ સૂત્રમાં છે. તેમાં કહેલ મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે કે “જિનમંદિર કરાવવાવાળો સમક્તિ દૃષ્ટિ જીવ બારમા દેવલેકે જાય.” આ સૂત્રના પ્રમાણથી પણ જિનપ્રતિમાની સિદ્ધિ થઈ ચૂકે છે.
ઉપર કહ્યા સિવાય બીજાં ઘણું સૂત્રોમાં જિનપ્રતિમાને અધિકાર છે. આ પુસ્તક વિશાળ થઈ જવાના હેતુથી તે પાઠે નહિ લખતાં, તે તે સૂત્રોનાં નામ માત્ર બતાવીએ છીએ. (સમક્તિ શોધાર પ્રમાણે)