________________
(૮૫)
નથી, અને તારી સાથે વિરોધ ન થયું હોય તે કઈક દિવસ પણ તારાથી સમજાવી શકાવાનો સંભવ રહે છે. એના તરફ એકવાર પણ જે તું તિરસ્કાર બતાવીશ તે જીવન પર્યત તારાથી એ વિરુદ્ધ રહે છે. વળી, શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વેષ સઝાયમાં કહે છે કે,
રાગ ધરી જે જહાં ગુણ લહીએ,
નિર્ગુણી ઉપર સમચિત રહીએ. આથી પણ સ્પષ્ટ થાય છે કે ગુણવાન ઉપર રાગ અને નિર્ગુણી ઉપર સમચિત રાખવાં, એવો અત્રે સ્પષ્ટ ઉપદેશ છે. તીર્થકર મહારાજ અનંત વીર્યવાના હેવા છતાં પણ બળાત્કારથી ધર્મ પ્રવર્તાવતા નથી પરંતુ શુદ્ધ ધમને ઉપદેશ જ આપે છે, એટલા માટે જ સમતા રાખી મનોવિકારને વશ થઈ જવું નહીં. કેટલીકવાર બીજા જીવોના હિત કરવાના હેતુથી આ જીવ કલેશ કરે છે, બેટી ચિંતા કરે છે, કાર્ય કરવું તે ઠીક છે પરંતુ નકામી ચિંતા નહિ કરવી; કારણ કે સામા જીવને કર્મ વિવર ક્યારે આપશે તે બાબત આપણું અજ્ઞાન હોવાથી દરેક કાર્યમાં આપણે સફળ થઈ શકીએ નહિ; માટે ઉદાસીનતા તે જ અમૃત સમાન છે અને ઉત્તમ પુરુષે તે અમૃતને સ્વાદ વારંવાર લે છે. એવા જીવો આ જન્મમાં જ મુક્તિ જેવા સુખને અનુભવ કરે છે. માટે આ માધ્યય ભાવના ઉપર ખૂબ લક્ષ આપવું.
ઉપર બતાવેલી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્ય આ ચાર ધર્મધ્યાનની ભાવના છે. આ