________________
(૮૪). માને છે. વળી કેટલાક દેવ-ગુરુની નિંદામાં જ જીવનનું સાફલ્ય માને છે. આવાં આવાં પાપકાર્યો કરનાર બહ છે જોવામાં આવે છે, પરંતુ જૈનશાસ્ત્રકાર તે કહે છે કે આવા જીવો તરફ તારે ક્રોધ કરવો નહિ. સંસારી સ્વાર્થને અંગે પણ ક્રોધ સર્વથા ત્યાજ્ય છે. માટે આવી રીતે તારે ક્રોધ કરવો ઉચિત નથી. હે ભાઈ! તું વિચાર કર કે આવા પ્રકારના માણસો ઉપર ક્રોધ કરવાથી તેને શે ફાયદો છે? સર્વ જીવો પિતાપિતાનાં કર્મોનુસાર કાર્યો કરે છે, તેના ઉપર કોધ કરવો તે ઉચિત નથી, કારણ કે તારા ક્રોધથી તે પ્રાણીઓ પાપ કાર્યોથી પાછા હઠવાના નથી. જીવને જ્યારે પાપાનુબંધી–પાપ અથવા પુણ્યને ઉદય થાય ત્યારે દુઃખ અથવા સુખને અનુભવ કરતા અનુક્રમે ઉપર બતાવેલ કૃત્ય કરવાનું સૂઝે છે. એ કમનું શાસન છે. જે તેઓને સારા માગે ચડાવવાની તારામાં શકિત હોય તે તેને સારી રીતે સમજાવ. તેઓને ઉપદેશ આપ. તેઓ તરફ તારી હિત બુદ્ધિ છે તેમ જણાવી દે, પરંતુ જે તારામાં તેવી શક્તિ ન હોય તે તું તારું સંભાળી રાખ. તે કાંઈ આખી દુનિયાને સુધારવાને ઈજારે લીધો નથી, પ્રયત્ન કરી જીવને સારે રસ્તે ચડાવવો તેને કરુણા ભાવનામાં સમાવેશ થાય છે, પરંતુ જ્યારે તારામાં ઉપદેશ કરવાની શક્તિ ન હોય અને ગમે તેટલે ઉપદેશ કરતાં સામે જીવ તેના મહાપાપોદયથી સારા રસતે આવી શકતો ન જ હોય તે પછી તારે તેના તરફ ઉપેક્ષા (માધ્યગ્ય વૃત્તિ) રાખવી તે વધારે ઉચિત છે, એથી એ પ્રાણી પિતાનાં પાપકૃત્યમાં વધારે ચુસ્ત થતો