________________
[ પ ] ત્રણ ભાષ્ય તથા પ્રથમ અને દ્વિતીય કર્મગ્રંથના વિષયને સંક્ષિપ્ત સાર સુંદર રીતે આપવામાં આવેલ છે. [ પૃષ્ઠ ૭૭થી ૧૯૮]
તિષ સંક્ષિપ્ત વિચાર નામના તૃતીય વિભાગમાં જ્યોતિષ સંબંધી અનેક પ્રકારની ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. અને ત્યારપછી શુકનાવલી આપવામાં આવેલી છે. [ પૃષ્ઠ ૨૦૦ થી ૨૪૯]
ચિત્યવંદન-સ્તવન-સઝાયાદિ સંપ્રહ નામના ચતુર્થ વિભાગમાં ઉપયોગી ચૈત્યવંદને, સ્તુતિઓ, ઢાળ, ઢાળીયા, સ્તવને તથા સઝાય વગેરેનો સુંદર સંગ્રહ આપવામાં આવેલ છે. [પૃ૪ ૨૫૧ થી
| ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી નામના પાંચમા વિભાગમાં પૂસાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મહારાજે બનાવેલ એક આદર્શ સંવાદ આપવામાં આવેલ છે.
આ સાથે બીજી પણ ઘણી ઉપયોગી માહિતી આપવામાં આવેલ છે. જે અનુક્રમણિકા જેવાથી તેમ જ ગ્રંથનું સાત વાંચન કરવાથી ખ્યાલમાં આવશે.
આ ગ્રંથના વિષયનું સાવંત સજન તથા સંગ્રહ પૂ. સાધ્વીજી શ્રી ગુણશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજીશ્રી જિતેન્દ્રીજી મહારાજશ્રીએ સતત પરિશ્રમ લઈને તૈયાર કરેલ છે. તેમજ ગ્રંથના પ્રકાશન માટે ઉપદેશ આપી નિધિ એકત્ર કરવામાં પણ તેઓશ્રીને મહત્વનો ફાળો છે. તેથી આ તકે પૂ. સાવીજી મહારાજશ્રાને અંત:કરણથી આભાર માનીએ છીએ.
આ પુસ્તકના પ્રકાશનમાં જે જે દાતાઓએ સહાય કરી છે તેનું લીસ્ટ આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવેલ છે. જે તેઓને સહકાર ન મળ્યો હોત તો આવો મહાન ગ્રંથ પ્રસિદ્ધ કર શક્ય ન બનત. આ અંગે તે તે દાતાઓના અમે જણ છીએ.