________________
આ પુસ્તક અંગે વારંવાર ઉપયોગી સૂચનો આપવા તથા પ્રસ્તાવનાના બે બેલ લખી આપવા બદલ પૂ૦ સાહિત્યસેવી મુનિરાજ શ્રી ધ્યાનવિજ્યજી મહારાજ સાહેબના ઉપકારને કેમ ભૂલીએ ?
આ પુસ્તકના મુદ્રણકાર્યમાં સતતપણે કાળજી રાખી, સુંદર રૂપમાં પ્રકાશન કરી આપવા બદલ શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસના માલીક શ્રી અમરચંદ મેચરબ્રાસ મહેતાને તથા મેનેજર શ્રી રાજુલાઈ નાનચંદ મહેતાને પણ આ સ્થળે આભાર માનીએ છીએ.
આ પુસ્તકના મૂળ મેટરને શુદ્ધ કરી પ્રેસપી કરી આદિથી અંત સુધી પ્રફ તપાસી શુદ્ધ પ્રકાશન કરી આપવા બદલ કપુરચંદ આર, વારસાના સહકારને પણ કેમ ભૂલી શકીએ ?
આ પુસ્તકના પ્રકાશનમાં જે જે મહાનુભાવોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો હોય, તે સર્વના અમે આભારી છીએ.
અંતમાં દષ્ટિદષથી કે પ્રેસષથી કાઈ અશુદ્ધિ રહી જવા પામી હોય કે શ્રી જિન-વચનથી વિરુદ્ધ કાંઈપણું આવી જવા પામ્યું હોય તો તેનું મન-વચન-કાયાથી મિથ્યાદુષ્કત આપીયે છીએ. તેમજ સુજ્ઞ વાચકેતે વિનતિ કરીએ છીએ કે જે કોઈ મહત્વની ભૂલે લાગે તે અમને સૂચવે કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો થઈ શકે.
વાચકે આ ગ્રંથને પઠન-પાઠન દ્વારા વધુ ને વધુ લાભ ઉઠાવી આત્મકલ્યાણમાં આગળ વધે એ જ એક મનભાવના. સં. ૨૦૧૬
લિ. ભાદ્રપદ પૂર્ણિમા
પ્રકાશક