________________
પ્રકાશકીય નિવેદન
શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ બતાવેલ છે. તેમાં પણ અંતિમ આદર્શ સમ્યફ ચારિત્ર છે. ચારિત્રમાર્ગની પુષ્ટિ માટે પૂર્વના જ્ઞાની મહાપુરુષોએ સંસ્કૃતપ્રાકૃત-ગુજરાતી વગેરે ભાષાઓમાં પ્રકરણદિ અનેક પ્રકારના સાહિત્યનું સજન કર્યું છે.
વર્તમાનકાલીન આત્માઓ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના મોટેભાગે અજાણ હોઈ, ગુજરાતી સાહિત્ય વાંચવામાં વિશેષ રસ ધરાવે છે. તેવા આત્માઓને લક્ષમાં લઈ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણસંગ્રહ નામને આ ગ્રંથ પ્રસિદ્ધ કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
આ ગ્રંથની ઉપયોગિતા તેમાં આપેલ વિષયો ઉપરથી જ જણાશે. આ ગ્રંથને મુખ્યપણે પાંચ વિભાગમાં ગોઠવવામાં આવ્યો છે, તેને સંક્ષિપ્ત વિષય નીચે મુજબ છે.
પ્રકીર્ણ વસ્તુ વિષયસંગ્રહ નામના પ્રથમ વિભાગમાં, પંચપરમેષ્ટિનું વર્ણન, સમકિતના ૬૭ બેલનું સવિસ્તર સ્વરૂપ, સાધુ– સાધ્વીજીઓને ઉપયોગી આચારોનું વિશદ સ્વરૂપ, તથા અનેક પ્રકારની ઉપગી શાસ્ત્રીય હકીકત જણાવવામાં આવેલ છે. [ પૃષ્ઠ ૧ થી ૭૫]
પ્રકરણાદિ સારસંહ નામના દ્વિતીય વિભાગમાં જીવવિચાર, નવતત્વ, દંડક, લધુસંગ્રહણી, બહસંગ્રહણ, ક્ષેત્રસમાસ, ચિત્યવન્દનાદિ