________________
સઝાય સંગ્રહ.
૨૧
અઢાર નાતરાની સજઝાય, મથુરાનગરી રે, કુબેરસેન ગણિકા વસે, મનહરણ છે, તરુણ ગુણથી ઉલસે તિર્ણ જાયે રે, યુગલ ઈક સુત ને સુતા,
નામ દીધે રે, કુબેરદત્ત કુબેરદત્તા. ૧ મુદ્રાલંકૃત વય વિંટી, યુગલ પિટીમાં ઠળે, એક રાત્રીમાંહી નદી પ્રવાહ, જમુના જલમાં વો; સરિયપુર પ્રભાત શેઠ, સંગ્રહી રહેંચી કરી, એક પુત્ર કે પુત્રીય બીજે, રાખતાં હરખે ધરી. ૨
બિહું શેઠે ૨, ઓચ્છવ કી અતિ ઘણે, કર્મણે ૨, મલી વિવાહ બિહું તેણે સારી પાસા રે, રમતાં બિહું મુદ્રા મિલી,
નિજ બંધવ રે, જાણીને થઈ આકલી. આકુલી થઈ તવ ભગિની, વિષય વિરક્ત તે થઈ, સાધ્વી પાસે ગ્રહી સંયમ, અવધિનાણી સા થઈ; વ્યવસાય કાજે કુબેરદત્ત, હવે અનુક્રમે મથુરા ગયો, વલી કમેગે વિષય ભેગે, વિલસતાં અંગ જ થયે, ૪
નિજ બંધવ રે, પ્રતિબંધનને સાહણી, વેશ્યા ઘર રે, આવીને સા સાહુણ, ધર્મશાલા રે, પારણાને પાસે રહી, હુલાવે રે, બાલકને સા ઈમ કહી.