________________
વીશ પ્રભુના લંછનનું સ્તવન
-
વીશ પ્રભુના લંછનનું સ્તવન | (દેશી-એકવીસાની). આદિસર રે રીષભ લંછન જગ જણીએ, ગજલંછન રે બીજા અજિત વખાણીએ; ત્રીજા જિન રે સંભવ હય લંછન સુણ્યા,
કપિ લંછન રે ચેથા અભિનંદન ભણ્યા. ૧ ત્રુટક-ભણ્યા તે લંછન કૌચપક્ષી, પાંચમા સુમતિજિનવરૂ .
કમલ લંછન દેવ છ, પદ્મપ્રભુજિન સુખકરૂ સાતમાં સ્વામી સુપાર્થ લંછન સાથીઓ સેહે સદા
આઠમા ચંદ્ર લંછન ચંદ્રપ્રભુ વંદુ મુદા. ઢાલા-નવમા જિન રે સુવિધિ મઘર ભણું,
દશમા જિન રે શીતલ શ્રીવચ્છ થયું ખગી ધર રે શ્રી શ્રેયાંસ અગીયારમા,
તિમ લંછન રે મહિષ વાસુપૂજ્ય બારમા. ત્રુટકબારમા પુઠે વિમલ જિનવર એક સુકર જેહને,
ચૌદમા જિનવર અનંત લંછન શેનપક્ષી તેહને પંદરમા જિનવર વજ લંછન ધર્મનાથ વખાણુએ,
સેળમાં શાન્તિરિણંદ સુખકર હરણ લંછન જાણીએ. ઢાળ- અજ લછન રે કુંથુ સત્તરમા જિન કહ્યા,
અઢારમા રે અરજિન નંદાવર્ત લા;
કુંભ લંછન રે મલ્લીનાથ ઓગણીસમા, - મુનિસુવ્રત રે કુમ લંછન જિન વીસમા.