________________
૨૮૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ અમ્રાઈ–મહેરસવ કરણ સમયે, શાશ્વતા એ દેખીએ સવિ સજજ થાયે દેવ-દેવી ઘંટનાદ વિસેસીએ. ૨,
વલી સુરપતિજી, ઉષણ સુરલોકમાં, નીપજાવીજી, પરિ. કર સહિત અશોકમાં દ્વિીપ આઠમેજી, નંદીશ્વર સુર આવીયા, શાશ્વતી પડિમાઈ, પ્રણમી વધારે ભાવીઆ. ૩.
ભાવિયા પ્રણમી વધારે પ્રભુને હર્ષ બહુલે નાચતા, બત્તીસ વિધનાં કરીયાં નાટિક કેડી સુરપતિ નાચતા; હાથ જોડી મન મોડી અંગભાવ દેખાવતી, અપસરા રંભા અતિ અચંભા અરિહંત ગુણ આલાવતી. ૪.
ત્રણ અઠ્ઠાઈમાંજી ષડું કલ્યાણક જિન તણા, તથા આલથજી બાવન જિનના બિંબ ઘણા તસ સ્તવનાજી અદભૂત અર્થ વખાણુતા, કામે પહેજી પછી જિન નામ સંભારતા. ૫.
સંભારતા પ્રભુનું નામ નિશદિન, પર્વ અઠ્ઠઈ મન ધરે, સમકિત નિર્મલ કરણ કારણ, શુભ અભ્યાસે અનુસરે નરનારી સમકિતવંત ભાવે, એહ પર્વ આરાધશે, વિદત નિવારે તેહના સવિ, સૌભાગ્ય લક્ષમી વધશે, ૬.
ઢાળ જેથી
(આદિ જિણુંદ મયા કરે.) પર્વ પજુસણમાં સદા, અમારી પડતું વજડાવે રે, સંઘ ભક્તિ દિવ્ય ભાવથી સ્વામીવત્સલ સુમંડાવે છે.
મહદય પર્વ મહિમાનિધિ. ૧